________________
શ્રીદેશના ચિંતામણિ ભાગ બીજે]
સ્પષાર્થ –આપ સાહેબના ચરણ કમલની સેવા ભક્તિ કરવાનો અવસર મળવાથી હું મારી ત્રાદ્ધિને સફળ માનું છું. આપની પૂજા કરનારા સ્વર્ગનાં સુખને તરછોડીને આપના સરખી પૂજ્ય પદવી એટલે તીર્થકર પદવીને તથા સાત્વિક હર્ષ એટલે જેમાં આત્માનંદ પ્રાપ્ત થાય તેવા હર્ષને પામે છે. એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને હરિ એટલે સૌધર્મેન્દ્ર પોતાના રાગાદિ મલ એટલે રાગ દ્વેષ રૂપી કાદવને ફૂર કરે છે. કહેવાનું એ કે પ્રભુની સ્તવન કરવાથી રાગ દ્વેષ એછા થાય છે. ૫૭ મેરૂ ઉપર પ્રભુને સ્નાત્ર કરીને શક્રેન્દ્ર તેમને રાજમંદિરમાં મૂકે છે – પંચ રૂપે વિનયથી નૃપ મંદિરે પ્રભુ લાવતા,
સંવરી પ્રતિબિંબ જનની નિંદને અપહારતા, ચંદ્રવાની મધ્યમાં હારાદિ પણ લટકાવતા,
જાભક સુરો હરિ આણથી કસુમાદિને વરસાવતા. ૨૮ સ્પષ્ટાર્થ-–એવી રીતે મેરૂ પર્વતના પાંડુક વનમાં આવેલ અતિપડુિ કંબલા નામે શીલાના ઉપર રહેલ સિંહાસન ઉપર મનાત્ર મહોત્સવ કરીને સૌધર્મેન્દ્ર પાંચ રૂ૫ કરીને પ્રભુને નૃ૫મંદિરે એટલે રાજાના મહેલે લાવે છે. પાંચ રૂપ આ પ્રમાણે-એક રૂ૫ વડે પ્રભુને ઉપાડ્યા. એક રૂ૫ વડે પ્રભુના માથે છત્ર ધારણ કર્યું. બે રૂ૫ વડે બને બાજુ ચામર ધર્યો તથા પાંચમાં રૂ૫ વડે હાથમાં વજા લઈ આગળ ચાલ્યા. રાજાના મહેલે આવીને પ્રભુને સ્નાન કરવા માટે મેરૂ પર્વત ઉપર લઈ ગયા ત્યારે ત્યાં પ્રભુનું પ્રતિબિંબ વિકવીને મૂકેલું હતું તે સંવરી (આટોપી) લઈને ત્યાં પ્રભુને મૂકીને પ્રભુની માતાને આપેલી અવસ્થાપિની નિદ્રા દૂર કરી. વળી પ્રભુના ઉપર ઉંચે જે ચંદ્ર બાંધે હતો તેમાં હાર વગેરે લટકાવ્યા છે તથા જંક દેએ હરિ આણથી એટલે ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી કુલનો વૃષ્ટિ વગેરે એટલે બત્રીસ કોડ સુવર્ણ તથા રત્નોની વૃષ્ટિ તથા ઉત્તમ જાતિનાં ફૂલ, પત્ર તથા ફળ વગેરેની વૃષ્ટિ કરી ૫૮
પ્રભુને સ્નાત્ર મહોત્સવ કરી ઈન્દ્રા નંદીશ્વર દ્વીપે જઈને અઢાઈ મહોત્સવ કરે છે તે બે ગાથા વડે જણાવે છે – સાધર્મ ઈક સિવાયના સર્વે જતા નંદીશ્વરે,
સીધા અને સિંધર્મ વાસવ થાપીને પ્રભુને ઘરે; નંદીશ્વરે જઈ દક્ષિણે વર અંજનાચલ ચિત્યમાં,
અષ્ટાહ્નિકા ચઉ લેગપાલા કરત દધિમુખ અચલમાં. ૧૯ પર્થ–મેરૂ પર્વત ઉપર પ્રભુના જન્મ સંબંધી સનાત્ર મહોત્સવ કરીને સૌધર્મેન્દ્ર સિવાયના બાકીના સઘળા ઇન્દ્રો ત્યાંથી સીધાજ નંદીશ્વર નામના આઠમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org