________________
શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજે ] નમાં પ્રમાદી થઈ જાય છે એવું તેઓ સારી રીતે જાણતા હતા. હવે નવા દીક્ષિત બનેલા વિમલવાહન રાજર્ષિ આઠ પ્રવચન માતા એટલે ઇસમિતિ વગેરે પાંચ સમિતિઓનું તથા મનગુપ્તિ વગેરે ત્રણ ગુણિઓનું સારી રીતે પાલન કરે છે. કારણ કે આ પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિએ ચારિત્ર રૂપી બાળકનું પાલન કરવામાં માતા જેવી હેવાથી તેને અષ્ટ પ્રવચન માતા કહેલ છે. ભૂખ, તરસ વગેરે અનેક પ્રકારના પરિષહને જીતે છે. અને તે પ્રસંગે પિતાના ધર્મને છોડતા નથી એટલે પરિષહ શાંતિથી સહન કરે છે પણ ચારિત્રથી કંટાળતા નથી. ૩૬ તીર્થકર નામ કર્મને નિકાચિત બંધ કેવી રીતે થયું તે જણાવે છે – અરિહંત આદિક સ્થાનકે એકાવેલી રત્નાવલી,
- સિંહનિષ્ક્રીડિત દુભેદે સાધતા કનકાવલી; જિન નામ કર્મ નિકાચતા બહુકાલ સંયમ પાલતા, અંતકાલે શુદ્ધ ધ્યાને અનશનાદિક ધારતા.
૩૭. સ્પષ્ટાર્થ--તે શ્રીવિમલવાહન રાજર્ષિએ અરિહંત પદ વગેરે સંબંધી વીસ સ્થાનક તપ, એકાવલી તપ, રત્નાવલી તપ, બે પ્રકારના ૪-પસિંહનિષ્ઠોડીત તપ, તથા કનકાવલી તપની સાધના કરીને જિનનામકર્મ અથવા તીર્થંકર નામ કર્મને નિકાચીત બંધ
વસ્થાનક તપની ટૂંક વિધિ. આ વીસ સ્થાનકને તપ જ પ્રસિદ્ધ છે. તથા તે કરવાને પ્રચાર પણ સર્વત્ર સાધારણ જોવામાં આવે છે. આ તપ ઘણો વિસ્તારથી કરવામાં આવે છે, તો પણ તે સંબંધી સામાન્ય વિધિજ અહીં આપી છે. વિશેષ વિધિ માટે “વીશ સ્થાનક પર પૂજા સંગ્રહ” તથા વિધિપ્રપ વગેરે ગ્રન્થ જેવા. વિશેષમાં આ તપ સુવિહિત ગુરૂની સમક્ષ તેમની આજ્ઞાનુસારે કરવો. દરેક સ્થળે ગુરૂને યોગ ન હોય તો પણ તપ આરંભતા પહેલાં નજીકના ગામોમાં જ્યાં ગુરૂ યોગ હોય ત્યાં જઈ સર્વ વિધિ જાણી પછી તેને આરંભ કરવો. અથવા જેઓએ આ તપ કર્યો હોય તેથી વિધિ વિધાન સારી રીતે જાણતા હોય તેવા સુશ્રાવકથી માહિતગાર થવું.
સામાન્ય વિધિ. પ્રથમ શુભ મુહૂર્ત નંદી સ્થાપના પૂર્વક સુવિહિત ગુરૂની સમીપ વિશતિ સ્થાનક તપ વિધિ પૂર્વક ઉચ્ચરવો. એક ઓળી બે માસથી છ માસ સુધીમાં પૂર્ણ કરવી. કદાચ ૬ માસની અંદર એક ઓળી પૂર્ણ ન થાય તે કરેલી (ચાલતી) એળીને ફરીથી આરંભ કરવો પડે. એક ઓળીનાં વીશ પદ છે. તેમાં વીશે દિવસમાં વીશ પદ જાદાં જુદાં ગણવા અથવા એક ઓળીના નીશ તપના દિવસમાં એકજ પદ ગણવું. બીજા ૨૦ દિનમાં બીજું પદ ગણવું. એ રીતે ૨૦ એળોએ (૪૦૦) દિવસે વિશ પદ પૂર્ણ કરવાં. દરેક પદની આરાધના સારી શકિતવાળાએ અદ્રમ કરીને કરવી. એ રીતે કરવાથી વીશ અમે પૂર્ણ થાય. તેથી હીત શકિતવાળાએ છઠ્ઠ કરવા. તેથી હીન શકિતવાળાએ ચોવીહાર ઉપવાસ, તે ન બને તે તિવીહાર ઉપવાસ, તે ન બને તો અબિલ, તે ન બને તો નીવી અને તેટલી પણ શકિત ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org