________________
શ્રીદશના ચિતામણી ભાગ બીજો ]
સ્પાર્થ –-સર્વ હરિ એટલે ઈન્દ્ર દશ કાર્યો કરીને પ્રભુનો જન્મ કલ્યાણકને મહોત્સવ ઉજવે છે. ૬૪ ઇન્દ્રામાં સૌથી મેટા જે અમૃતેન્દ્ર તે પ્રથમ દરેક જન્માભિષેકના કાર્યની શરૂઆત કરે છે. ત્યાર પછી મોટાઈના અનુસારે બીજા ઈન્દ્રો પણ તે તે કાર્ય કરે છે. આ જન્માભિષેક કરવા માટે પ્રભુને મેરૂ પર્વતના પાંડુક વનને વિષે ઈદ્રો લઈ જાય છે. અને ત્યાં આવેલી શિલા ઉપર રહેલા સિંહાસનને વિષે પ્રભુને બેસાડીને પ્રભુનો અભિષેક એટલે સ્નાત્ર વિસ્તાર પૂર્વક કરે છે. સ્નાત્ર કર્યા પછી અશ્રુત શચિપતિ એટલે અચ્યતેન્દ્ર આનંદ પૂર્વક પ્રભુની આરતિ ઉતારીને, નતિ કરીને એટલે નમસ્કાર કરીને નીચે પ્રમાણે પ્રભુની સ્તુતિ કરે છે. જન્માભિષેકની બીના વિસ્તારથી શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજાદિ સંગ્રહ તથા શ્રીદેશના ચિંતામણીના પહેલા ભાગમાં જણાવી છે. ૪૮ અયુતપતિએ કરેલી સ્તુતિ ચાર ગાથાઓમાં જણાવે છે – કાયા તમારી કનક છેદ સમી છબીથી ગગનને,
ઢાંકનારી ધારતી ધોયા વિના પણ શુદ્ધિને તેહ જેનાર જોને હર્ષ સાત્વિક આપતી,
ભક્તજનના ભાવને અનુસાર વિનો તડતી. ૪૯ સ્પષ્ટાર્થ –હે પ્રભુ! કનક છેદ સમી એટલે સુવર્ણ સમાન કાંતિ વડે તમારી કાયા એટલે શરીર ગગનને એટલે આકાશને ઢાંકે છે. વળી જોયા વિના પણ તમારી કાયા શુદ્ધિને અથવા સ્વછતાને ધારણ કરે છે અથવા આપનું શરીર મલીન થતું નથી. વળી આપની કાયા જેમાંથી સ્વચ્છ શાંત રસના પુદ્ગલે ઉછળી રહ્યા છે. તે કાયાને જેનારા મનુષ્યોને સાત્વિક હર્ષ એટલે જેમાં આત્માની પ્રફુલ્લતા થાય તે ઉત્તમ હર્ષ આપે છે. તથા આપની ભક્તિ કરનાર જે ભક્ત અને તેમના ભાવને અનુસાર એટલે ભક્તિ કરવાના પ્રસંગે જેવા જેવા ભાવ હોય તે ભાવને અનુસાર વિધાન એટલે સંકટને તેડે છે એટલે દૂર કરે છે. ૪૯ મંદાર માલાની સમા શુભ ગંધ દેહે આપના,
નયન ઈદ્રાણી તણું સેહંત જેવા ભ્રમરના; અમૃતનો આસ્વાદથી જાણે હણાયા હાયની,
તેહવા ગાદ સર્પની પીડા વિકલ તનું આપની. ૫૦ સ્પષ્ટાર્થ –કલ્પવૃક્ષના ઉત્તમ ફૂલની માલા સરખા સુગંધીદાર આપના શરીરને વિષે ઈનાણીના નયને (નેગે ભમરાની જેવા શોભે છે. અથવા ભ્રમર જેમ ફૂલને વિષે
૧ આઠ પ્રકારના કળશો બનાવે , ક્ષીરસમુદ્રનું પાણી લાવે ૨, જૂદી જુદી જાતના કમળો લાવે ૩, ૯ નદી વગેરેની મોટી ૪, જળ ૫, કમળ ૬, લાવે પર્વતવનાદિમાંથી ઔષધિ ૭, ગંધ ૮, કલ ૯ સિદ્ધાર્થ ૧૦ વગેરે આમિમિક દેવેની મારફત મંગાવી હવે ઈદ્રો જન્મોત્સવ કર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org