________________
શ્રીશના ચિંતામણિ ભાગ બીજો ] વિજયા રાણીએ પ્રભુને જન્મ આપવૈમાનિકાદિ સુરી કરે નિત સેવના વિજયા તણી,
નવ માસ સાડા આઠ દિન સ્થિતિ પૂર્ણ હેતા ગર્ભની; ચતુર્થીરક મધ્યમાં સુદ અષ્ટમીએ માઘની,
મધ્ય રાતે રોહિણીમાં જન્મેલા પ્રભુ તણી. ૪૫ સ્પાથ –જ્યારથી પ્રભુ ( શ્રી અજિતનાથ ) વિજયા રાણીની કુશીમાં આવ્યા ત્યારથી વૈમાનિકાદિ સુરી એટલે વૈમાનિકની દેવાંગનાઓ તથા ભવનપતિ, વ્યન્તર અને
તિષીની દેવીઓ વિજયા રાણીની અનેક પ્રકારની સેવા કરે છે. એ પ્રમાણે ગની અંદર વૃદ્ધિ પામતાં પ્રભુને નવ મહિના અને સાડી આઠ દિવસ પૂર્ણ થયા ત્યારે આ અવસર્પિણીના ચોથાર દુઃખમ સુખમા નામના આરાના મધ્યમાં મહા મહીનાની સુદ આઠમને દીવસે રહિણી નક્ષત્રમાં મધ્ય રાત્રે વિજયા રાણીએ પુત્રને જન્મ આપે. ૪૫ પ્રભુના જન્મ વખતે સર્વ ને થતું સુખ તથા દિશાકુમારીઓનું આવવું – તે સમયે પ્રસવ કેરી વેદના નહિ માતને,
સર્વ જીવો પામતા સુખશાંતિને આનંદને જન્મ જાણી દિકમારી વદનાદિકને કરી,
પરિવાર સાથે ઘેર પ્રભુના આવતી ભક્તિ ધરી. ૪૬ સ્પષ્ટાર્થ-જે વખતે વિજયા રાણીએ પ્રભુને જન્મ આપે તે વખતે માતાને પ્રસવની જરા પણ વેદના થતી નથી, પ્રભુના જન્મ વખતે નારકી જેવા મહા દુઃખી છે
૧ દેવીઓની સેવા આ પ્રમાણે -કુમારની દેવીઓ ઘરમાંથી કચરો સાફ કરે છે, મેષકુમારની દેવીઓ ઘરના આંગણામાં સુગંધીદાર પાણીની વૃષ્ટિ કરે છે. છ ઋતુની અધિષ્ઠાતા દેવીઓ પંચવણી પુષ્પની વૃદ્ધિ કરે છે. જોતિષની દેવીઓ સમયને અનુકૂળ પ્રકાશ કરે છે. વનદેવીએ તેરણ રચે છે. અન્ય દેવાંગનાઓ વિજયાદેવીની સ્તુતિ કરે છે.
૨ આ ભરત ક્ષેત્રમાં કાળ એક સરખે નથી પરંતુ છ આની ઉત્સર્પિણ અને છ આરાની અવસર્પિણી એમ કાળચક્ર સદા ભમ્યા કરે છે. તેમાં અજીતનાથ પ્રભુના વખતમાં અવસર્પિણીને ચોથો આરે ચાલતું હતું. અવસપણના છ આરા આ પ્રમાણે - ૧ સુષમ સુષમાં ચાર કેકાડી સાગરોપમ પ્રમાણ, ૨ સુષમાં ત્રણ કે કેડી સાગરોપમ પ્રમાણ ૩ સુષમદષમાં બે કેડી સાગરોપમ પ્રમાણે ૪ દુધમસુષમાં બેતાલીસ હજાર વર્ષે ન્યૂન એક કડાકોડી સાગરોપમ પ્રમાણ. ૫ દુષમાં એકવીસ હજાર વર્ષ પ્રમાણુ અને ૬ ઠ દુષમદુઃામાં પણ એકવીસ હજાર વર્ષ પ્રમાણ એ પ્રમાણે છ આરાને કાળ ૧ કાકાકડી સાગરોપમ પ્રમાણ છે. અ ક્રમથી ઉલ્ટા ક્રમે ઉત્સપિણીને ૬ આરા ૧૦ કેડાડી સાગરોપમ પ્રમાણ જાણવા. બને મળીને ૨૦ કાકડી સાગરોપમ પ્રમાણુ કાલચક્ર જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org