________________
[ શ્રીવિજયપધસૂરિકૃતઆપ આવી આજ્ઞા કરે છે. મારે રાજ્યની ઈચ્છા નથી. એટલે હું રાજા થવા ચાહતે નથી. ૨૮ અપરાધ શે આ ધરણીને જેથી તો તુમ એહને,
જનક વિણ આ રાજ્ય પણ શા કામનું ધિક દૈવને જલથી ભરેલ તળાવ પણ પંકજ વિનાનું ભ્રમરને,
શા કામનું? હું ભાગ્ય હીણો ગૃહીશ ના કદી રાજ્યને. ૨૯ સ્પાર્થ--પિતાજી ! આ ધરણીનો એટલે પૃથ્વીને એવો કર્યો અપરાધ થયો છે કે જેથી હાલ તમે તેને ત્યાગ કરવાને તૈયાર થયા છે. જે રાજ્યની ઉપર પિતાની સત્તા ન હોય તે રાજ્ય મારે પણ શા કામનું છે. આવી સ્થિતિ ઉભી કરનાર દેવને ધિક્કાર છે તળાવ જે કે પાણીથી ભરેલું હોય, પરંતુ તેમાં જે પંકજ એટલે કમળ ન હોય તે ભમરાને તે સરોવર શા કામનું? એટલે આપના સિવાય મારે રાજ્ય કાંઈ કામનું નથી. અંતે જણાવું છું કે આપના વિના ભાગ્ય રહિત બનેલો હું કદાપિ આ રાજયને ગ્રહણ કરીશ નહિ. (અહીં કુંવરના વિનયાદિ સદગુણે સમજીને જીવનમાં ઉતા૨વા લાયક છે. આની સાથે હાલના પુત્રોની પરિસ્થિતિ સરખાવતાં ઘણે ફરક જણાશે, પુત્રને સારા સંસ્કારી બનાવવા માટે આ પ્રસંગ અપૂર્વ પ્રેરણાદાયક જણાશે.) ૨૯ - પિતાએ પુત્રને આપેલ ઉત્તરવર વિવેકી પુત્ર ગુરૂની આણને નિત અનુસરે,
તાત ના પરતંત્ર સુત માને ન તે ધાર્યું કરે આજ્ઞા ન માને તેહને પાપી તનય દુનિયા કહે, • વચનને સ્વીકાર મારા જેહથી તુજ જશ રહે. ૩૦
૫ણાર્થ:--કુંવરને જવાબ સાંભળીને રાજા તેને કહે છે કે ઉત્તમ અને વિવેકી પુત્ર ગુરૂ એટલે વડેરાની આજ્ઞાને હંમેશાં અનુસરે છે એટલે પિતાના વચને પુત્રે અનુસરવા (માનવા) જોઈએ. કારણ કે વડીલની આજ્ઞા માનવી તે પુત્રની ફરજ છે. વળી તાત એટલે પિતા પરતંત્ર એટલે પુત્રને સ્વાધીન નથી તેથી પુત્ર ન માને તે પિતા તે પિતે જે ધાર્યું હોય તે પ્રમાણે કરી શકે છે. વળી જે પુત્ર પિતાની આજ્ઞા માનતા નથી અને સામે થાય છે તે પુત્રને દુનિયાના લકે પણ પાપી કહે છે, માટે હે કુંવર ! તું મારાં આ વચનને સ્વીકાર કરીને રાજ્યને ગ્રહણ કરી જેથી દુનિયામાં તારે પણ યશ ગવાય. ૩૦
મંત્રીએ કુંવરને આપેલી શિખામણઆણુ ગુરૂની માનવી ગુણ એ વડે તુજ તાતથી,
કે અધિક સમજી જનકનું વચન માને હર્ષથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org