________________
[ શ્રી વિજયપધસરિકત' આ લોકમાં બીજા શ્રી અજિતનાથ પ્રભુની દેશના શરૂ કરતાં પ્રભુ સમકિત કયારે પામ્યા તે જણાવે છે – દેશના નાભેય પ્રભુની પ્રથમ ભાગે મેં ભણી,
દેશના ભાખીશ હરખે અજિત તીર્થકર તણી; સમ્યકત્વથી ગણના ભવાની ત્રણ ભ પ્રભુદેવના,
પાછલા ત્રીજે ભવે પ્રભુ નૃપ હતા સુસીમાતણું. ૨ સ્પષ્ટાર્થ-શ્રીદેશના ચિન્તામણિ નામના ગ્રંથના પહેલા ભાગમાં મેં (શ્રી વિજયપધસૂરિએ) નાભેય પ્રભુની એટલે પહેલા તીર્થકર નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવ પ્રભુની દેશના એટલે ઉપદેશનું વર્ણન કર્યું હતું આ બીજા ભાગમાં હું બીજા તીર્થંકર શ્રી અજિતનાથ પ્રભુની દેશના હર્ષથી કહું છું પ્રભુને જીવ સમકિત પામે ત્યારથી તેમના ભવોની ગણતરી થાય છે. તે નિયમ પ્રમાણે આ બીજા તીર્થકર શ્રી અજિતનાથ પ્રભુના સમકિત પામ્યા પછીના ત્રણ ભવો થયા છે. તેમાં પાછલા ત્રીજે ભવે એટલે જે ભવમાં સમકિત પામ્યા તે ભાવે પ્રભુ સુસીમાં નામે નગરીના રાજા હતા. ૨
સુસીમા નગરી ક્યાં આવી તે જણાવી વિમલ વાહન રાજાનું વર્ણન ત્રણ લેક વડે કરે છે-- દ્વિપ નાભિ સમાન જંબુદ્વીપ મધ્ય વિદેહમાં,
સીતા તણી દક્ષિણ દિશાએ શ્રેષ્ઠ વત્સા વિજયમાં નામે સુસીમા નયરીમાં રાજા વિમલ વાહન હતા,
નિજ પ્રજાને પુત્ર જેવી માનતા ન્યાયે રતા. ૩ સ્પષ્ટાર્થ –સર્વ દ્વીપોની મધ્યમાં આવેલ જંબુદ્વિપ નામે દ્વીપ છે. તે જંબુદ્વીપના મધ્ય ભાગમાં મહાવિદેહ નામે ક્ષેત્ર આવેલું છે તે ક્ષેત્રમાં સીતા નામની મહા નદી આવેલી છે. અને તે નરીની દક્ષિણ દિશામાં ઉત્તમ વત્સ નામે વિજય આવેલ છે. આ વિજયની અંદર આવેલી સુસીમા નામની નગરીમાં (શ્રી અજિતનાથ પ્રભુના પાછલા ત્રીજા ભવને જીવ ) વિમલવાહન નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજા પિતાની પ્રજાને પુત્ર જેવી માનતા હતા. તથા સાચે ઈન્સાફ કરવામાં તત્પર રહેતા હતા. ૩ પિતા તણું અન્યાયને પણ જે સહન કરતા નહીં,
નિજ કાય ત્રણને પણ સુધારે વિબુધજન હેતે સહી. સામાદિ વિધિને પાલતા અરિ ભૂપને વશ રાખતા,
ત્રણ વર્ગ વિધિએ સાધતા આરામ જેવા દી૫તા. ૧ મહાવિદેહની બીના વગેરે આ કો દેશના ચિંતામણિના પહેલા ભાગમાં જણાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org