________________
હંમેશાં તેઓ જે તરફ જતા હતા તે તરફ ફલોદીથી પોકરણ તરફ જવાની રેલવે લાઈન હતી. આ લાઈન ઉપર રેલવે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી અને ત્યાં રસ્તો પણ છે. એટલે પશુઓની અવર-જવર હોય જ છે અને વખતોવખત ત્યાં ઢેર રેલવેની હડફેટે ચડી જવાના પ્રસંગ બને છે.
ફલેદી સંઘે આ દુર્ઘટનાના ખબર રાજકોટ ટેલિફોનથી આપ્યા. જે વખતે ટેલિફેન આવ્યા, તે વખતે પિતાશ્રી બહાર ગયા હતા અને માતુશ્રી મણિબહેન સામાયિક-પ્રતિક્રમણમાં બેઠાં હતાં. માત્ર એક નેકર ઘરમાં હતો. કે જેણે ટેલિફેન ઉઠાવ્યો પણ તે ટેલિફોનમાં કંઈ હકીકત સમજી શકો નહીં અને સાચા સમાચાર મોડા મળ્યા. સ્પેશ્યલ પ્લેનથી ફલોદી પહોંચે તે પહેલાં અગ્નિ સંસ્કાર થઈ ગયે. સૂચનાનો ટેલિફોન અર્ધો કલાક મોડો પહોંચ્યો, જો સમયસર પહો હોત તો માતા-પિતાને શ્રી વિનોદમુનિના શબરૂપે પણ ચહેરે જોવાનો અને અંતિમ દર્શનને પ્રસંગ મળત, પરંતુ અંતરાય કમેં બન્યું નહીં. આથી પ્લેનને પ્રોગ્રામ પડતો મૂકવામાં આવ્યો અને માતા-પિતા તા ૧૪-૮-'૧૭ના રોજ ટ્રેન મારફત ફલદી પહોંચ્યાં.
આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજે અવસરને પિછાણને અને ધેર્યનું એકાએક ઐક્ય કરીને શ્રી વિનોદમુનિનાં માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યો, જેને ટૂંકામાં સાર આ પ્રમાણે છે.
“હવે તો એ રત્ન ચાલ્યું ગયું ? સમાજને આશાદીપક ઓલવાઈ ગયો ! ઝટ ઊગીને આથમી ગયો! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી.” શ્રી વિનોદમુનિના સંસાર પક્ષનાં માતુશ્રી મણિબહેનને મુનિશ્રીએ કહ્યું કે બહેન ! ભાવિ પ્રબળ છે, આ બાબતમાં મહા પુરુષોએ પણ હાથ ધોઈ નાખ્યા છે અને સૌને મરણને શરણ થવું પડે છે, તો પછી આપણું જેવા પામર પ્રાણીનું શું ગજુ છે. હવે તો શોક દૂર કરીને આપણે એમના મૃત્યુને આદર્શ જોઈને માત્ર ધીરજ ધરવાની રહી.”