________________
મારી પાસે જાણવા માગ્યું હતું કે, “ખીચનમાં કેવા પ્રકારની સગવડ છે? આમ, મારી સાથે પણ વાર્તાલાપ થયો હતો. બન્નેને આ પ્રમાણે એક મત થતાં પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચન કરી. તા.૨૬-પ-૫૭ના રોજ પૃથ્વીરાજજી માલુ, ખીયર (રાજસ્થાન) ઉપર તાર કર્યો.
તા. ૨૮-૫-'૧૭ ના રોજ જવાબ આવ્યો , શ્રી વિનોદભાઈએ ખીચનમાં સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી છે, એટલે તેમના પિતાશ્રીએ રાવબહાદુર શ્રી એમ. પી. સાહેબ, શ્રી કેશવલાલભાઈ પારેખ અને પંડિતજી પૂર્ણચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનોદકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મેકલ્યા. તા. ૨૮-પ-પ૭ ના રોજ રવાના થઈ તા. ૩૦-૫–૫૭ ના રોજ સવારે ફલોદી સ્ટેશને પહોંચ્યા. બેલગાડીમાં તેઓ ખીચન ગયા, કે જ્યાં સ્થિવર મુનિશ્રી, રિમલજી મહારાજ તથા પૂજ્ય પંડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમર્થ મલજી મહારાજ આદિ ઠાણું ૪ બિરાજતા હતા. કુલ સાધુ-સાધ્વીની સંખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી.
પૂછપરછના જવાબમાં શ્રી વિનોદમુનિએ કેશવલાલભાઈ પારેખને કહ્યું કે, “મેં તો દીક્ષા અંગીકાર કરી લીધી છે. તેમાં કોઈ ફેરફાર થાય તેમ નથી. તમે અમારા વિરાણું કુટુંબના હિતૈષી છે અને જે સાચા હિતેષી હે તો મારાં પૂ. બા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની મોટી દીક્ષાની આજ્ઞા અઠવાડિયાની અંદર અપાવી દે. એટલું જ નહીં પણ “ સવિ જીવ કરું શાસન રસી ” ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારા ઉપકારના બદલામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ હોય જ અને છે કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સગતિને સાથે અર્થાત મારી સાથે દીક્ષા લે.
આવા દઢ જવાબના પરિણામે તે જ સમયે શ્રી વિનોદકુમારને પાછા લઈ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧-૫-૧૭ની રાત્રિના રવાના થઈ તા. ૨-૬-૫૭ના સવારે મહા પરિષદરૂપ ક્ષેત્રને અનુભવ કરી શ્રી વિનેદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યા.