________________
(૨૬) T સાધ્વીજી શ્રી ... ની વાત આપે લખી; તેમને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ થયો હોય તો મરણપર્યંત
ટકાવી રાખવા ભલામણ છેજી, એ પરમપુરુષનું યોગબળ અપૂર્વ છે, કલ્યાણકારી છે, અને જેનું કલ્યાણ થવું હશે, તેને તે પુરુષની ભક્તિભાવે આરાધના થશે. બીજું શું લખવું? પૂ... ની મદદ ઉપર બીજું તો રહ્યું, પણ ભાવ પોતાના હાથમાં છે. તે પતિવ્રતાની
પેઠે, જો સાચા હશે તો બધું બની આવશેજી. (બી-૩, પૃ.૪૩૮, આંક ૪૫૮) T સતીનો પતિ પ્રત્યેનો પ્રેમ બધે વખણાય છે અને સંસારમાં એ પ્રેમનું વધારે માહાભ્ય પણ છે. એવો પ્રેમ
જો પુરુષ પ્રત્યે આવે તો કામ કાઢી નાખે. સતી જેટલો જ નહીં પણ તેથી અનેકગણો પ્રેમ પુરુષ પ્રત્યે કરવાનો છે; કેમ કે સંસારમાં આત્મા ચોંટી ગયો છે, તેને ઉખાડયા વિના છૂટકો નથી. સતી જેટલા પ્રેમથી પતે એવું નથી. એનાથી અનંતગણા પ્રેમની જરૂર છે. સમયે-સમયે પ્રેમ રહેવો જોઇએ. પ્રેમને વશ ભગવાન પણ છે. એ પ્રેમ શબ્દોમાં આવે એવો નથી. (બો-૧, પૃ.૭૮) “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસેં.' એમ રોજ બોલીએ છીએ; પણ પરમ પ્રેમ કેવો હશે? કેવો કરવાનો છે? તે પર એક દૃષ્ટાંત છે. વૈષ્ણવનું છે, પણ સમજવા જેવું છે. અર્જુન એક વખત દ્વારકા આવ્યા હતા. શ્રીકૃષ્ણની બેન સુભદ્રા સાથે એ પરણ્યા અને ત્યાં રહેવા લાગ્યા. શ્રીકૃષ્ણ તો રોજ ખાધું-ન ખાધું કરીને અર્જુન પાસે જઈને બેસે. રાણીઓએ વિચાર કર્યો કે અર્જુન આવ્યા પછી આપણા ઉપર એમનો પ્રેમ ઓછો થઇ ગયો છે. આખો દિવસ ત્યાં જઈને શું કરે છે, તે જોવું. પછી રકૃમિણી ત્યાં ગયાં. અર્જુન વનક્રીડા કરીને ઘેર આવ્યા હતા; તે સ્નાન કરી, થાક લાગેલો તેથી થોડી વાર માટે સૂઈ ગયા હતા. શ્રીકૃષ્ણ અને સુભદ્રા તેના વાળ આંગળીઓથી કોરા કરતાં હતાં અને માથા પાસે બેઠાં હતાં. એટલામાં ત્યાં રુકૃમિણી આવી. શ્રીકૃષ્ણ તેને જોઈને ઇશારાથી કહ્યું, બેસ, તું પણ વાળ કોરા કર. પછી રુકૃમિણી વાળ કોરા કરવા બેઠાં. શ્રીકૃષ્ણ વાળ કોરા થયા છે કે કેમ તે જોવા પોતાના ગાલે લગાડયા, અને કૃમિણીને ઇશારાથી સૂચવ્યું કે તું પણ આમ કર. કૃમિણીએ વાળ જરાક કાનની પાસે આણ્યા તો તેના એક-એક તારમાંથી કૃષ્ણ, કૃષ્ણ એવો ધબકાર થતો સાંભળ્યો. શ્રીકૃષ્ણે કહ્યું કે એ અર્જુન વનમાં જાય કે નગરમાં જાય પણ એનું ચિત્ત મારામાં જ રહે છે. ઊંઘમાં પણ એ જ છે, ભુલાતું નથી. આ ઉપરથી રુમિણી સમજી ગયાં. એવો પરમ પ્રેમ જ્ઞાની પરમકૃપાળુદેવ પ્રત્યે વર્તમાનમાં આપણે રાખવાનો છે કે જેથી ધર્મનો મર્મ
સમજાય અને પરિણામે આત્મા શાશ્વત મોક્ષને પામે. (બો-૧, પૃ.૨૫૦, આંક ૧૪૪) 0 સપુરુષ પ્રત્યે પ્રેમ થવામાં તેનાં મન-વચન-કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદૂભુત રહસ્યોનું નિદિધ્યાસન
થવાની જરૂર છે, એટલે પુરુષના દેહ પ્રત્યે કરેલો પ્રેમ નિરર્થક નથી; પણ જેને તેવો પ્રેમ થયો છે અને તે વડે જે જ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે, તે કરવા પ્રત્યે તત્પર થતો નથી, તેને કહ્યું છે કે દેહથી આત્મા જુદો છે. હવે આગળને પગથિયે કેમ ચઢતો નથી? જે અર્થે સત્પરુષના પૂજ્ય દેહાદિ પ્રત્યે પ્રેમ કરવા કહ્યું છે, તે આત્માર્થ સાધવાનો લાગ કેમ જવા દે છે? છ પદના પત્રમાં કહ્યું છે કે “જે સત્પરુષોએ સગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ