________________
(૨૪)
D જગતમાં સાચા ભાવે છૂટવાની ઇચ્છા કરનાર બહુ થોડા છે. જેને એ ઇચ્છા જાગી છે. તેને
સપુરુષનાં વચનોથી પોષણ મળે છે અને અસત્સંગ, અસ...સંગના ત્યાગથી તથા સત્સંગ, સવિચારના અભ્યાસથી સર્વિચારણા જાગવાનો સંભવ છે. બધાનું કારણ પરમપુરુષ પ્રત્યે પરમ પ્રેમ છેજી. જગતની વસ્તુઓ નાશવંત અને મિથ્યા લલચાવનારી છે. તેનું પરિણામ દુઃખદાયી અને માઠી ગતિ છે એવું વારંવાર વિચારી પોતાની વૃત્તિ પરમકૃપાળુદેવ પ્રત્યે વારંવાર વાળવા યોગ્ય છે. તજવાની વસ્તુઓ અનેક છે અને ભજવાની માત્ર એક છે. તો જે ભજવા યોગ્ય ગુરુમૂર્તિ, તેમાં વિશેષ-વિશેષ ભાવ કરવાથી, બીજે બધેથી સહેજે મન ઊઠી જાય અને બીજી જાય તો મારે કરવું છે તે પડી રહ્યું એમ જાણી ખેદ થાય; માટે ભક્તિભાવમાં વૃત્તિ વધારે છે. દિવસમાં વીસ દોહરા ઘણી વખત બોલાય, ક્ષમાપનાનો પાઠ વિચારાય, “હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો'' એ ભાવ ચાલુ રહ્યા કરે એમ કરવાથી “શું કરવું?' તે પ્રત્યે વૃત્તિ વળગે, ઉલ્લાસ આવશે અને પરમપુરુષનાં વચનો પ્રત્યક્ષ સત્સંગતુલ્ય લાગશે. હાલ એ જ અભ્યાસ વધારવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૪૮, આંક ૯૨૭) સપુરુષ પ્રત્યે જીવને જેટલો પ્રેમ થશે તેટલો સંસાર પ્રત્યેથી ઓછો થશે. રાગ કોઇ પણ પદાર્થ ઉપર કરવો નહીં; કરવો તો પુરુષ ઉપર કરવો. આપણે સત્પષ ઉપર પ્રેમ કરીએ છીએ, પરંતુ તે પુરુષો આપણા ઉપર પ્રેમ કરતા નથી. તેથી એક તરફનો પ્રેમ, આખરે નાશ પામે છે અને જીવ સપુરુષતુલ્ય થાય છે. દુનિયાનો પ્રેમ બંને તરફનો અરસપરસ એકબીજા ઉપર હોવાથી, તેમાં જ ભ્રમણ કરાવે છે. પુરુષ ઉપરનો પ્રેમ પરિણામે સંસાર ક્ષય કરાવનાર છે. દરેક વસ્તુ ઉપરથી પ્રેમ ઉઠાવી સત્પષ ઉપર કરવાથી બધાં શાસ્ત્રોનો સાર દયમાં માલૂમ પડે છે. આત્મપ્રાપ્તિનો એ ખાસ ઉપાય છે. (બો-૧, પૃ.૧૮, આંક ૨૧) ઘરેણાં, ધન, ઘર, ખેતર, સગાંવહાલાં અને છેવટે દેહ કરતાં પણ વધારે પ્રેમ શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ ઉપર કર્તવ્ય છે. પ.પૂ. મહારાજશ્રીએ આપણને આ ભક્તિમાર્ગે ચઢાવ્યા તો તેમનો પરમ ઉપકાર છે; પણ પ્રેમ, ભક્તિ, વિશ્વાસ, આશ્રય પરમકૃપાળુદેવને સાચા હૃદયથી કરવા યોગ્ય છે. આ શિખામણ ભૂલવા યોગ્ય નથી. (બો-3, પૃ.૩૫, આંક : ૩) પત્રાંક ૮૪૩ વારંવાર વાંચી મુખપાઠ કરવા યોગ્ય છેજી. ન સમજાય તો પૂ. .... આદિ પાસેથી સમજી, તેનો વિચાર કરી, પરમકૃપાળુદેવની શ્રદ્ધા દ્રઢ કર્તવ્ય છે. તે પરમ પુરુષ ઉપર જેટલો પ્રેમ વર્ધમાન થશે, તેટલો લાભ વિશેષ થશે. એ પત્રમાં સર્વ માટે સુગમ ઉપાય, દેહાદિ સંબંધી હર્ષ-વિષાદ દૂર કરી, આત્મભાવનાનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરવાનું કહ્યું છે; તે આપણે સર્વેએ કરવાનું છેજી. અધીરજ, અવિશ્વાસ એ માર્ગ ઉપરથી પડી જવાનાં કારણ છે અને પરમ પુરુષ ઉપર પૂર્ણ વિશ્વાસ અને પરમ પ્રેમ, એ સન્માર્ગમાં આગળ વધારનાર છેજી. (બી-૩, પૃ.૪૫૦, આંક ૪૬૯)