________________
જેટલી આપણી નિઃસ્પૃહતા તેટલી પરમપુરુષની આપણા પર પ્રસન્નતા, એમ સમજાય છે. પરમપુજ્ય પ્રત્યે પ્રેમ બાંધ્યા પછી, કંઈ પણ વસ્તુની ઇચ્છા કે મલિન વાસના રાખ્યા વિના, તેનું જ ધ્યાન, તેની આજ્ઞાનું અનુસરવું અને તેની પ્રસન્નતામાં આપણી પ્રસન્નતા અથવા તેનું સંમત કરેલું સર્વ સંમત થાય, તો પછી કંઈ કરવાનું બાકી રહેતું હોય તેમ સમજાતું નથી. દોષોમાં કદાચ શરૂઆતમાં પ્રવર્તન હોય તો તેટલા પ્રેમની ન્યૂનતા હોવાથી, દોષનાં કારણો પ્રત્યે કંઇક પ્રેમ હોવાથી, તે પ્રત્યે વૃત્તિનું વલણ હોય છે. પરંતુ પરમપુરુષ પ્રત્યેનો પ્રેમ વર્ધમાન થતો જાય, તેમ તેમ તે પ્રેમમાં વિઘ્નકર્તા વૃત્તિઓ જીવને ગમે નહીં; તેને દૂર કરવા, તરછોડી નાખવા કે નિર્મૂળ કરવા તત્પર થઈ જાય છે અને તે ક્રિયામાં અંતધન અને વિશોધન, બંને ક્રિયાઓ થતી જાય છે. ગણી-ગણીને દોષો, તે ભક્તિમાન દૂર નહીં કરે પણ પ્રેમરૂપ અગ્નિથી સામટા બાળી નાખશે. સાચો પ્રેમ-અગ્નિ પ્રગટ થવો જોઈએ. પરપદાર્થોમાં જેટલી પ્રસન્નતા છે, તેટલી આત્મહિતમાં મંદતા છે અને તેટલે અંશે પરમ પ્રેમમાં પણ શિથિલતા છે. પરમપુરુષના અચિંત્ય માહાભ્યનું જેમ જેમ વિશેષ ભાન થતું જાય, જેમ જેમ તેની ભાવના અખંડિત થતી જાય, તેમ તેમ પ્રેમપાત્રતા વધતી જાય અને આત્મહિતમાં ઉન્નતિ થતી જાય. પ્રેમપ્રવાહને તૂટક કરનાર બીજી વૃત્તિઓ ઘટવી જોઇએ, એ તો સ્પષ્ટ દેખાય તેવી વાત છે; પણ તે માટે જેટલી અંતરની દાઝ હશે, તેટલો પુરુષાર્થ જીવ વહેલેમોડે કરશે; માટે અંતરની રુચિને પ્રદીપ્ત રાખવા તેની જ વિચારણા, તેને પોષે તેવું વાંચન, તેની ચર્ચા અને તેમાં લીનતા વધે તેવા સન્માર્ગમાં વૃત્તિ
વાળતા રહેવાની જરૂર આપણે છે. (બી-૩, પૃ.૧૦૩, આંક ૯૫) || પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે જેટલો પ્રેમ વધારી શકાય તેટલો વધારવા, પુરુષાર્થ કર્તવ્ય છેજી.
માની ન લેવું કે મને તો અત્યંત પ્રેમ છે. હજી ઘણું આગળ વધવાનું છે. પૂ. સોભાગભાઈ જેવાને પરમકૃપાળુદેવે જણાવ્યું છે : “અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? ... બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યફ઼જ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો? એનું જો કંઈ કારણ સમજાતું હોય તો લખશો.' (૨૪૭) આ બધા પ્રશ્નો, જાણે પરમકૃપાળુદેવે આપણને જ પૂછયા હોય, તેમ વિચારી પોતાને પોતે શિખામણ
આપતા થવાની જરૂર છે). (બી-૩, પૃ.૩૩૩, આંક ૩૩૧). D માર્ગાનુસારી ભક્તોનાં ભજનથી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ કરવાનું શીખવ્યું. તેમાં મુખ્ય તો તેઓશ્રીજીનો પરમકૃપાળુદેવ પ્રત્યેનો ઉલ્લાસભાવ જ બધાનાં દ્ધયમાં ભક્તિભાવ ભરી દેતો હતો. સત્સંગનો યોગ ન હોય ત્યારે કોઈ પણ પ્રકારે પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ વર્ધમાન થતો રહે તેવું વાંચન, ભક્તિ, સ્મરણ, વાતચીત કે કંઈ-કંઇ નવીન મુખપાઠ કરવામાં, શીખવામાં વૃત્તિ જોડી રાખવી. (બી-૩, પૃ.૪૮૨, આંક ૫૧૩)