________________
(૨૨) પરમકૃપાળુદેવની નિર્વાણતિથિ વિષે 0 ચૈત્ર વદ પાંચમ એ પરમકૃપાળુદેવના દેહવિલયની તિથિ મહાપર્વરૂપ છે. તે દિવસે અવકાશ લઈ, બને
તો ઉપવાસ આદિ સંયમભાવ સહિત ભક્તિમાં તે દિવસ-રાત્રિમાંથી યથાશક્તિ વખત બચાવી, આત્મહિત સાધી લેવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. આલોચનાદિ પદ સંગ્રહ'માં વિરહનાં પદો છે તે, તે દિવસે અહીં ગવાશે. આત્મસિદ્ધિ તથા જીવનકળા આદિમાંથી અવકાશ પ્રમાણે વાંચી-વિચારી આત્મભાવના જાગ્રત-પુષ્ટ થાય તેમ કર્તવ્ય છેજી. સત્સંગી ભાઈબહેનોનો યોગ છે તો સમૂહમાં ભક્તિ કર્તવ્ય છે'. તેમ ન બને તો વ્યક્તિગત પુરુષાર્થ તો ચૂકવા યોગ્ય નથી. “તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય દૃયને વિષે સ્થાપન રહો !'' (૪૯૩) (બી-૩, પૃ.૩૯૬, આંક ૪૦૩) તમે અઠ્ઠાઈ મહોત્સવ અર્થે રૂ. ૧,૬૫) વાપરવા પત્રમાં જણાવેલ છે; તેને બદલે, જો તમારા ચિત્તમાં ગોઠે તો, ચૈત્ર વદ પાંચમને દિવસે પરમકૃપાળુદેવની નિર્વાણતિથિ છે, તે આ સાલ સારી રીતે અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ઊજવાય તો તે ગુરુભક્તિનું કાર્ય છે. પરમકૃપાળુદેવના નિર્વાણને પચાસ વર્ષ થયાં. લોકો ગોલ્ડન જ્યુબિલી ઊજવે છે, પણ આ તો આપણા પરમ ઉપકારી મહાપ્રભુનો દિન છે, તે દિવસ સારી રીતે ઊજવાય અને ભક્તિ અઠવાડિયા સુધી ચાલુ રહે તેનો કાર્યક્રમ, આશ્રમમાં જે બે-પાંચ માણસો પૂછવા જેવા હોય તેમની સલાહથી ગોઠવાય એમ થાય તો વિશેષ હિતનું કારણ સમજાય છે. જોકે તમે નહીં લખો તોપણ તેવું કંઈક બનશે તો ખરું, પણ તમે પ્રેરણા કરો તો બીજાના ધ્યાન ઉપર તે વાત આવે અને તે લક્ષમાં વહેલું લે. પરમકૃપાળુદેવની તિથિમાં આપણી તિથિ આવી જ જાય છે, અને આયુષ્ય હશે તો તમે તે ઉત્સવમાં જાતે
પણ ભાગ લઈ શકશો. પછી તો જે થવાનું હશે તેમ થઇ રહેશે. (બો-૩, પૃ.૭૧૯, આંક ૮૭૩) પરમકૃપાળુદેવ/સપુરુષ પ્રત્યે પ્રેમ લાવવા વિષે
આપણે બધા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ઉપાસક છીએ. તે આપણું જીવન છે. તે આપણો ઉદ્ધાર કરનાર છે. તેમની ભક્તિ આપણને પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ બતાવી છે. તે વાત હદયમાં કોતરી રાખવા જેવી છે. તે વાત, ગમે તે આપણને કહે તે સાંભળવી અને પરમકૃપાળુદેવ પ્રત્યેની શ્રદ્ધા દૃઢ કરવી. આ વાત, નિમિત્તવાસી જીવો આ કાળમાં ભૂલી જઈ, જે વાત કરનાર હોય તેના પ્રત્યે પ્રેમ ઢોળી દે છે. તેવી ભૂલ સત્વરુષનો આશ્રિત ન કરે. પતિવ્રતા સ્ત્રી જેમ દિયેર, જેઠ, પાડોશી કે નોકર આદિ અનેક પુરુષોને મળે છે, વાતચીત કરે છે, પણ કોઈને પતિને ઠેકાણે કે તેથી અધિક કદી ગણતી નથી; તેમ મુમુક્ષુનો પરમપુરુષ પ્રત્યે પ્રેમ બંધાયો છે તે બીજે ઢળી ન જાય તેટલા માટે આ સૂચના આપી છે. આવો કોઈ દોષ તમારામાં છે એમ નથી કહેવું, પણ જીવતાં સુધી આ વાત સમજી મક્કમ રહેવા માટે લખી જણાવ્યું છે. મારા પ્રત્યે કે પૂ. હીરાલાલ, પૂ. શિવજી, પૂ. જેસંગભાઇ, પૂ. ચુનીભાઇ, પૂ. ભગતજી વગેરે પ્રત્યે એક મુમુક્ષુભાઇ, ધર્મના સગા તરીકે દ્રષ્ટિ રાખો તેમાં હરકત નથી, પણ કોઈની વાણી, કોઇનું લખાણ કે કોઈની સમજણ, બુદ્ધિ કે પરોપકારવૃત્તિ જોઇ મૂળ પરમપુરુષ પ્રત્યેના પ્રેમમાં અંશે પણ ઘટાડો ન