________________ મા 44 મ અનેકાંત અને સ્યાદ્વાદ અભિપ્રાય આપણે આપી શકીશું? નહિ જ આપી શકીએ. આનાથી એ સ્પષ્ટ ફલિત થયું કે કોઇપણ એક અંતથી (એક જ બાજુથી) કોઈપણ ચીજને જોઈને આપણે અભિપ્રાય નહિ આપી શકીએ. અનેકાંતવાદ આપણને એવી સોનેરી અને અમૂલ્ય શિખામણ આપે છે કે “કોઇપણ બાબતનો નિર્ણય કરતા પહેલા, એને અનેક અંતથી મળી શકતી તમામ વસ્તુઓથી-તપાસો. કેટલી સરસ વાત છે આ? અહીં થોડીક ઉચ્ચ ભૂમિકાને લગતી વાત કરીએ. " . " અનેકાંત દષ્ટિથી જૈન દાર્શનિકો કહે છે કે “જે વસ્તુ તત્ત્વસ્વરૂપ છે, તે અતત્ત્વસ્વરૂપ પણ છે; જે વસ્તુ સત્ છે, તે જ અસતુ પણ છે, જે એક છે, તે અનેક પણ છે; જે નિત્ય છે, તે અનિત્ય પણ છે; આમ, પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરોધી એવા ગુણધર્મોથી ભરેલી છે.” આ વાત શરૂઆતમાં જ કહી દીધી હોત તો એ વાંચીને આપણે મોઢું બગાડત અને સંભવતઃ અહીં સુધી પહોંચ્યા જ ન હોત. પરંતુ, અત્યાર અગાઉ જે થોડુંક વિવેચન થઈ ગયું છે, તે આપણી સમજણમાં યથાશક્તિ આવી ગયું છે; એટલે, આ વાતો હવે તદન ફેંકી દેવા જેવી તો આપણને નહિ જ લાગે. આમ છતાં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉપસ્થિત થશે. “જે સત છે તે જ વસ્તુને અસત્ શી રીતે મનાય?' દેખીતો આ પ્રબળ વિરોધાભાસ, બેઠેલા માણસને ઊભો કરી દે એવો આઘાતજનક જ એ પહેલી નજરે લાગવાનો. સામાન્ય સમજણવાળા માણસોની વાતને તો હમણાં બાજુ પર મૂકીએ. જેઓ બહુશ્રુત વિદ્વાનોમાં ખપે છે, એવા માણસો પણ અસંભવ ગણીને ધૂતકારી નાંખવા પ્રેરાય એવી અસાધારણ આ વાત છે. પરંતુ એવું નથી. એક જ અંતથી નિર્ણય કરવાનો હોય તો આ વાત ફેંકી દેવા જેવી જ લાગે. પરંતુ, જૈન દાર્શનિકોએ અનેકાંતવાદની દષ્ટિથી અનેક જુદા જુદા દૃષ્ટિબિંદુઓ અને વિચારસરણીઓને એક સાથે વિચારીને પછી જ આ વાત કરી છે એ અહીં ભૂલવાનું નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ચારે ચાર અપેક્ષાએ સાતે સાત નય દ્વારા કરેલી તુલનાઓ અને સપ્તભંગીના કોષ્ટકથી એનો તાળો મેળવ્યા પછી જ જૈન શાસ્ત્રજ્ઞોએ, આ વિચિત્ર દેખાતી પણ વાસ્તવમાં ‘પૂર્ણ સત્ય' એવી વાત કરી છે.. વ્યવહારનું એક નાનું સરખું દષ્ટાંત લઇએ. અમુક ઔષધ અમુક માંદા માણસ માટે કામનું છે અને બીજા માંદા માણસ માટે નકામું છે એ સ્વીકૃત હકીકત છે. આથી આ એક જ ઔષધ “કામનું અને નકામુ છે એનો ઇન્કાર થઈ શકશે? અન્ય મત ધરાવતા જૈનેતર દાર્શનિકોનો, જૈન તત્ત્વજ્ઞાનના અનેકાંતવાદની