________________
દમઅપેક્ષા વિ૨પ ભલે હોય, આપણા ઘરમાં સ્વ-ક્ષેત્ર'એ નથી. સવારે કે ગઇ કાલે હતું, પણ અત્યારે, ‘સ્વ-કાળમાં” તે નથી. જે રમકડું પડ્યું છે તે બુઠ્ઠ છે.' ધારદાર નથી, એમાં બુઢાપણું એ પર-ભાવ હોઇ, “સ્વભાવમાં ચપ્પ નથી.
એટલે, જયારે “નથી” અગર “છે' એમ આપણે કહીએ છીએ, ત્યારે તે નિરપેક્ષ-સ્વતંત્ર કે સ્વ-આધારિત કથન નથી. એ કથન, સાપેક્ષ, અપેક્ષાયુક્ત અને સંબંધ ધરાવતું, Relative છે.
- આપણી સમજણશક્તિમાં અને બુદ્ધિમાં આ “અપેક્ષા’ શબ્દ એક ચમત્કારિક કહી શકાય તેવી વૃદ્ધિ કરે છે એની ઉપેક્ષા જો કરીએ તો પછી, જયાંના ત્યાં જ આપણે રહેવાના આગળ વધવાને બદલે પાછા પડતા જવાના.
જૈન તત્ત્વજ્ઞાનના “અનેકાંતવાદના સિદ્ધાંતમાં આ “અપેક્ષાભાવ, સાપેક્ષતા ખૂબ જ ક્રિયાશીલ-Active અને મહત્ત્વનો-Improtant ભાગ ભજવે છે. જીવનના વિવિધ ક્ષેત્રમાં પણ આ અપેક્ષા-સાપેક્ષતાને જો આપણે છોડી દઇએ, તો પછી અંધારામાં ગોથાં ખાવાનું જ રહે.
આ અપેક્ષાવાદ કે સ્યાદ્વાદ એ માત્ર અમુક પ્રકારની ચર્ચા, વ્યવહાર કે બુદ્ધિવેશદ્યા કરવા માટે જ છે એવું નથી, પરંતુ વસ્તુ માત્ર વાસ્તવમાં પોતે જેવી અનેક ધર્માત્મક છે, તેવું તેનું દર્શન કરાવનાર આ અપેક્ષાવાદ-સ્યાદ્વાદ-છે. એનાથી જ વસ્તુના સમગ્ર સ્વરૂપોને સમજી શકાય છે; આમ સાપેક્ષ યા સ્યાદ્વાદની દૃષ્ટિ વસ્તુમાં કંઈ નવું સર્જતી નથી અથવા તેમાં કોઇ આરોપણ કરતી નથી, પરંતુ ભોમિયાની જેમ, વસ્તુમાં જે છે, તે ખુલ્લું કરીને બતાવે છે, રામ એ પિતા છે અને પુત્ર પણ છે, એ ભાવ લવ કુશની અને દશરથની અપેક્ષાથી સ્પષ્ટ થાય છે. - સાપેક્ષ શબ્દનો અર્થ “સ+અપેક્ષા= જેમાં અપેક્ષા રહેલી છે તે,' એવો થાય
છે. મૂળમાં પ્રાધાન્ય તેના અપેક્ષાભાવનું જ છે. આ વાત અને આ “અપેક્ષા" શબ્દનો ' અર્થ બરાબર સમજી લીધા પછી, “સપ્તભંગી' સમજવામાં આપણને કશી મુશ્કેલી - નહિ પડે, ઘણી સુગમતા તેથી સાંપડશે.
ચાલો ત્યારે, હવે ‘સપ્તભંગીની વાત કરીએ.