________________
૨૧૨
અનેકાંત અને સ્યાદ્વાદ આ - જીવન ઝંઝટ. મથાળુ વાંચીને ભડકશો નહિ. જીવન એ એક ઝંઝટ છે અને ઝંઝટ નથી. જીવનને આપણે ઝંઝટ સમું બનાવી દેવું હોય તો તે એક ઝંઝટ છે; એને ઝંઝટ સમું ના બનાવવું હોય, તો એ ઝંઝટ નથી.
જીવન વિષે, જીવનના ધ્યેય વિષે, જીવન જીવવાના માર્ગ વિષે, જાતજાતના અને ભાતભાતના અભિપ્રાયો જોવા મળશે.
કોઈ સાધુ સન્યાસીને મળશો, તો તે કહેશે : “જીવન એક બડા ઝંઝટ હૈ. સંસારમેં કુછ સાર નહી હૈ. છોડ દો, ભૈયા, ઈસ સંસારકો છોડ સન્યાસી બન જાઓ, સાધુ બનકે આત્માના કલ્યાણ કરો!”
કોઈ જાહેર આગેવાન- Public leader- ને મળો, તો તે કહેશે : સમાજે અને દેશનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિમાં પડી જાઓ. ત્યાગ કરો, ભોગ આપો, માનવતાની, દીનદુઃખીયાની, દરિદ્રનારાયણની સેવા કરો.'
આ બે અભિપ્રાયો લઈને તમે બાપાજીને મળશો, તો તેઓ કહેશે : “છોડ એ બધી ઝંઝટ, પાંચ પૈસા કમાવામાં મન પરોવ, એ તો બધા અમીર કે ફકીરનાં કામ. આપણે તો સૌથી પહેલાં આપણું ઘર સંભાળવાનું. જો કે અલ્યા, એ બધી ઝંઝટમાં ના પડતો!
પછી, તમે પરણેલા હો અને તમારા પત્નીને પૂછશો, તો તે શું કહેશે? કંઇક આવી મતલબનું તે કહેશેઃ “પેલાં ગુણવંતીબ્લેનના વર પાસે શું હતું? એમના વર, પહેલાં તો ખાલી... ખમ્મ હતા. આજે એમને ઘરનો બંગલો છે, મોટર છે, નોકરચાકરો ; સોનાના તો સૌ પાસે હોય, એમની પાસે તો હીરા ને મોતીના એવા સરસ દાગીના છે! જોઈને મોઢામાં ને આંખમાં એમ બેય ઠેકાણે પાણી આવી જાય છે. એ ગુણવંતીબહેનના ઠસ્સાનો તો હવે પાર જ નથી. કંઈક એવું કરો કે હું એમને ભોઠાં પાડી દઉં!'
આ વાત આગળ વધારીએ, એ પહેલાં, વિલાયતના એક ઉમરાવ અને એક મજૂર કુટુંબની વાત યાદ આવે છે. વાત ઘણી રસપ્રદ અને અર્થગંભીર છે, એટલે અહીં રજુ કરવાનું મન થાય છે.
બે વ્હેનપણીઓ સાથે ભણતી હતી. એમની મૈત્રી ઘણી ગાઢ, એકનું નામ ફેની' અને બીજીનું નામ “લ્યુસી”. ની, એક અમીરને પરણી ગઈ; લ્યુસીએ એક કામદાર સાથે લગ્ન કર્યા.
ફ્રેની પાસે કિમતી હીરામાણેકના દાગીનાઓનો મોટો ઢગલો. લ્યુસી,