Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 240
________________ મક જીવન ઝંઝટ ર૧૭, અમદાવાદથી મુંબઇ જવાની ટીકીટ, પાંચ રૂપીયાની એક નોટથી મળતી નથી. એજ રીતે, આપણે ઘડેલાં સ્વપ્ના પણ આવશ્યક સામગ્રી તથા યોગ્યતા ન હોય, તો ફળતા નથી. સ્વપ્ના જ્યારે આપણે ઘડીએ છીએ, ત્યારે એની સિદ્ધિ વિષેની કલ્પનાનો જે આનંદ આપણે મેળવીએ છીએ, તે એક ભ્રમ પુરવાર થાય ત્યારે, ઇચ્છિત ધ્યેયને પહોંચી ન શકાય ત્યારે, આપણો શરૂઆતનો આનંદ, અમર્યાદ દુઃખમાં પલટાઈ જાય છે. આપણા વાસ્તવિક સ્વપ્ના જ આપણા અમર્યાદ દુઃખના કારણ બની જાય છે. એટલે, જીવનનું ધ્યેય નક્કી કરતી વખતે સૌથી પ્રથમ આપણી પોતાની યોગ્યતા અને આપણા સાધનોની મર્યાદા આપણે નક્કી કરી લેવી જોઈએ. આપણી ઈચ્છા અને આપણી પાત્રતા વચ્ચે મેળ જો ન હોય તો તેથી નિરાશ થવાની પણ કશી જરૂર નથી. આંવા સંયોગોમાં બે બાબતો આપણે નક્કી કરી શકીએ. એક તો, આપણા ધ્યેયને આપણી પાત્રતા પુરતું મર્યાદિત રાખીએ. બીજું, આપણી યોગ્યતાને વધારવા માટે આપણે પ્રયત્નશીલ બનીએ. પાત્રતામાં જેમ જેમ વધારો થતો જાય, તેમ તેમ, આપણા ધ્યેયનો વિસ્તાર આપણે કરતા જઈએ. આ પદ્ધતિનું અવલંબન લઇને, આપણા જીવનનું ધ્યેય તથા એ ધ્યેયે પહોંચવાનો માર્ગ આપણે નક્કી કરીએ, તો જીવન એક ઝંઝટ સમું નહિ, પણ, પરમઆનંદ પ્રમોદકારી નંદનવનસમું બની જશે. આ રીતે આપણા જીવનને ઘડવામાં ‘સ્યાદ્વાદ' આપણને ખૂબ ખૂબ મદદ કરી શકે તેમ છે. એ શબ્દનો જે આત્મા છે, “યાત” તે આપણા જીવનની, આપણી શક્તિની તેમજ યોગ્યાયોગ્યતાની મર્યાદાની બધી બાજુઓનું ભાન કરાવે છે અને ક્રમશઃ આગળ વધવાનો યોગ્ય માર્ગ આપણને બતાવે છે. આ શક્તિ “સ્યાદ્વાદ' માં છે જ. જીવનમાં જયારે દુઃખ આવી પડે ત્યારે તેથી કાયર બની જઈને રડવા ન બેસવું. સૌથી પ્રથમ તો, એ દુઃખની સામે, આપણી પાસે જીવનમાં બીજા કેટલાં સુખ પડેલાં છે તેની તપાસ કરવી. આવી પડેલા દુઃખ માટેનું એક પ્રબળ આશ્વાસન આપણને તેમાંથી અચૂક મળશે. પછી, એ દુઃખ શું છે, એનું સ્વરૂપ કેવું છે, એનું કારણ શું છે અને એના નિવારણનો ઉપાય શું છે, એ જાણવા તથા સમજવા માટે આપણી વિવેક બુદ્ધિને આપણે કામે લગાડવી, દુઃખ સામેના સુખોનો વિચાર આપણા મનને શાંત અને વ્યવસ્થિત બનાવશે અને એ રીતે શાંત થએલા ચિત્તમાં આપણી વિવેક શક્તિને કામ લગાડીને આપણે વિચાર કરવા માંડીશું તો આપણને સ્પષ્ટ દેખાશે, કે આવી પડેલા અથવા માની લીધેલા એ દુઃખની છાયા દૂર થઈ શકે તેવી છે. દુઃખની પાછળ સુખ ઉભેલું જ છે. દુઃખના કારણો આપણને આ રીતે વિચાર

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280