________________
મ જીવન ઝંઝટ
દર ર૧૯ પણ કારણ નથી.”
‘તમે લશ્કરમાં જોડાશો તો “બે વાત’ બનશે. કાં તો તમને અહીં, છાવણીમાં રાખવામાં આવશે અથવા યુદ્ધ મોરચા ઉપર મોકલવામાં આવશે.”
: ‘જો અહીની છાવણીમાં રહેવાનું હોય તો તો પછી ચિંતા નથી.-No worryજો યુદ્ધના મોરચે જવાનું થશે, તો બે વાત” બનશે.” | ‘તમને કાં તો પાછળ-Rear-રાખવામાં આવશે અથવા આગળ-Frontરાખવામાં આવશે. જો પાછળ રહેવાનું થાય તો ચિંતા નથી-No worry-જો આગળ રહેવાનું બનશે તો “બે વાત” બનશે.''
“કાં તો તમે શત્રુ ઉપર આક્રમણ કરશો યા દુશ્મન તમારી ઉપર આક્રમણ કરશે. જો તમે આક્રમણ કરો, તો ચિંતા નથી-No worry-દુશ્મન તમારા ઉપર આક્રમણ કરશે, તો “બે વાત’ બનશે.'
“કાં તો તમે કેદ પકડાશો યા ઘાયલ થશો. જો કેદ પકડાશો તો “નો વરી” (ચિંતા નથી), જો ઘાયલ થશો તો બે વાત’બનશે.”
(આ બે વાતવાળી વિગત ઘણી લાંબી છે એટલે તેને ટુંકાવીને હવે છેલ્લી વાત અહિં રજુ કરવામાં આવે છે.)
........ બે વાત’ બનશે. કાં તો તમે જીવતા રહેશો યા મરી જશો. જીવતા રહેશો તો “નો વરી' મરી જશો તો બે વાત’ બનશે.”
'કાં તો તમે સ્વર્ગમાં જશો યા નર્કમાં જશો. જો સ્વર્ગમાં જશો તો નો વરી.” નિર્કમાં જશો, તો ત્યાં તમને તમારાં ઘણા મિત્રોનો ભેટો થશે એટલે “નો વરી.” - આ વાતમાં છેલ્લે જે નર્કમાં જવાની અને ત્યાં ઘણા મિત્રો મળવાની વાતનો જે ઉલ્લેખ છે, તેમાં વર્તમાન જીવન વિષેનો એક ઘણો મોટો કટાક્ષ છે. એ વાત દ્વારા પેલા અંગ્રેજ અમલદાર એમ કહેવા માગે છે કે આપણો મોટો ભાગ જે રીતનું જીવન જીવી રહ્યા છે, તે રીતે, નર્કનો અધિકારી છે; મોટા ભાગના લોકો નર્કમાં જાય છે. એ કટાક્ષને બાદ કરીએ, તો પણ, બે રીતે વિચાર કરવાનું સૂચન તો તે આખાયે ટુચકામાં છે. માત્ર બે નહિ, બની શકતી ને મળી શકતી બધી બાજુઓથી વિચાર કરવાની ટેવ પાડવામાં લાભ જ છે. આ રીતે વિચાર કરતા “સ્યાદ્વાદ' આપણને શીખવે છે.
આ રીતે, સ્યાદ્વાદ પધ્ધતિનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરીશું, તો આપણને એ સમજાઈ જશે કે જીવનમાં દેખાતી બધી વિષમતાઓ અને ઝંઝટો તથા એથી વિપરીત આપણને મળતાં સુખો અને આનંદો વિગેરેનું કેન્દ્રસ્થાન આપણે પોતે જ છીએ. એ સંવેદનો આપણી અંદરથી જ આવે છે, બહારથી આવતાં નથી. આપણી