________________
ર૩૪
અનેમંત અને સ્યાદ્વાદ ,
ખંડન - મંડન પાછળના પાનાઓમાં જે લખાયું છે, તેનો હેતું, જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના મુખ્ય મુખ્ય આચારો તથા વિચારો (સિદ્ધાંતો) ની સંક્ષિપ્ત માહિતી આપવા પુરતો જ છે. કોઈ એકનું ખંડન કે બીજાનું ખંડન કરવાના આશયથી કશું પણ લખાયું નથી. - કોઈ પણ પ્રકારનો વાદવિવાદ ઉભો કરવાનો કે તેમાં ઉતરવાનો આશય રાખ્યા વિના, ફક્ત ઉપયોગી માહિતીનો પ્રચાર કરવાના એક માત્ર હેતુથી આ બધું લખાયું છે.
સ્યાદ્વાદ સિદ્ધાંત, એ પૂર્ણપણે મધ્યસ્થભાવનો સિદ્ધાંત છે. મધ્યસ્થભાવ, . તટસ્થવૃત્તિ રાખ્યા સિવાય, આ સિદ્ધાંતની સમજણ મેળવવાનું શક્ય નથી એ પણ અગાઉ કહેવાઈ ગયું છે.
સ્યાદ્વાદની મધ્યસ્થતા એક વિશિષ્ટ પ્રકારની છે. એમાં મિથ્યા કે કાલ્પનિક સમાધાનકારક વૃત્તિ નથી. સત્યને અન્યાય ન થાય અને અસત્યનું સમર્થન ન થાય, એ આખાયે સ્યાદ્વાદ સિદ્ધાંતનું હાર્દ છે, કરોડરજ્જુ (Heart & Backbone) છે. કોઈ પણ અન્ય મતમતાંતરો પ્રત્યે એમાં દ્વેષ નથી. આ અંગે શ્રી. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે એક સ્થળે કહ્યું છે, કે :
“અન્ય શાસ્ત્રને વિષે પણ દ્વેષ કરવો યોગ્ય નથી. તે જે કહે છે, તેના વિષયને યત્નપૂર્વક શોધવો તેમાં જે કંઈ સર્વચન છે, તે સઘળું, પ્રવચનથી-દ્વાદશાંગીથીઅન્ય નથી-ભિન્ન નથી.”
સ્યાદ્વાદની ગંભીરતા અને સ્યાદ્વાદીની સાચી મધ્યસ્થતા, ઉપરના વાક્યોમાં સ્પષ્ટ થાય છે. સાદ્વાદ મતે કોઈ પણ વચન સ્વયં પ્રમાણરૂપ પણ નથી અને અપ્રમાણરૂપ પણ નથી. આવું વચન સ્વશાસ્ત્રનું હોય કે પર-શાસ્ત્રનું હોય, એના વિષયના વિશ્વલેષણથી પરિશોધનથી-જ તે પ્રમાણરૂપ કે અપ્રમાણરૂપ બને છે. '
પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ પ્રમાણો દ્વારા જે સુસ્થાપિત થાય, તે વાક્ય પ્રમાણરૂપ છે. પ્રમાણ સાથે જેનો મેળ ન બેસતો હોય, એ વાક્ય અપ્રમાણરૂપ છે. કોઈ પણ એક ધર્મને ઉદેશીને કહેવાયેલું વાક્ય, તે ધર્મને ઉદેશીને ‘સત્ય છે.અન્ય ધર્મને ઉદ્દેશીને કે અન્ય ધર્મોનો તિરસ્કાર કરીને એ જ વાક્યનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે તે ' “અસત્ય છે. નય અને સપ્તભંગી સમજ્યા પછી આ વાત સરળતાથી સમજાશે.
ખંડન મંડન એટલે વાદ-વિવાદ. આ વાદવિવાદનો મૂળ હેતુ ઘણો નિર્મળ છે, મતભેદો તો આ વિશ્વનું અનિવાર્ય અંગ છે. કર્મ અનુસાર માણસ પાસે સંપત્તિ જેમ ઓછીવત્તી હોય છે, તેમ બુદ્ધિ અને સમજણશક્તિ પણ ઓછી વસ્તી હોય છે.