Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 272
________________ નામથી ઓળખાવવામાં આવે છે, પરંતુ, આ નવકાર મંત્ર ભૌતિક જગતના પેલા મૂળાક્ષરો કરતાં લાખો ગણી વધારે શક્તિ ધરાવનારો મંત્ર છે. આ વાતનો ખ્યાલ પાછળથી વિચાર કરવાથી અને યોગ્ય ગુરુના માર્ગદર્શનથી પ્રાપ્ત થાય છે. આ એક સ્વયંસિદ્ધ મંત્રાધિરાજ છે. એ મંત્ર, સાધકનું ઘડતર કરી શકે છે, સાધનને શુદ્ધ બનાવી શકે છે અને સાધ્યનું પણ સ્વયં જ્ઞાન કરાવે છે. પરંતુ, એ ક્યારે બને? આ મહામંત્રમાં જે “સર્વસિદ્ધિપ્રદાયકતા છે, તે ક્યારે પ્રગટ થાય? એની પ્રથમ શરત એ છે, કે “શ્રદ્ધાપૂર્વકના પ્રયત્ન ધારા,એ મંત્રમાં જે સર્વસિદ્ધિપ્રદાયકતાનો અપૂર્વ ભંડાર ભરેલો છે, તેની બૌદ્ધિક સમજણથી આપણે સજ્જ થઈએ.” એ મંત્રના શબ્દદેહનું હવે આપણે નિરીક્ષણ કરીએ. “નમો અરિહંતાણે નમો સિદ્ધાણં નમો આયરિયાણ નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વર્સિ . પઢમં હવઈ મગલ” - પહેલી નજરે આ વાક્યોમાં કંઈ અસાધારણતા દેખાય છે? પ્રથમ પાંચ વાક્યોમાં -પદોમાં-“અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ' એ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યો છે. એના છેલ્લા ચાર વાક્યોમાં એ રીતે કરવામાં આવેલા નમસ્કારનું ફળ તથા પ્રભાવ બતાવવામાં આવ્યાં છે. આ ફળ તથા પ્રભાવ દર્શાવનાર ચાર પદોને નમસ્કાર મહામંત્રની અંતર્ગત જ ગણવામાં આવ્યાં છે. - આ જે નવ પદો આપણે વાંચ્યા, તેનો સીધો, સાદો અને સરળ અર્થ નીચે મુજબ થાય છે : ૧. અરિહંત (ભગવાન) ને નમસ્કાર કરું છું. ૨. સિદ્ધ (પરમાત્મા) ને નમસ્કાર કરું છું. ૩. આચાર્ય ભગવંત) ને નમસ્કાર કરું છું. ૪. ઉપાધ્યાય (મહારાજ) ને નમસ્કાર કરું છું. ૫. લોકમાં રહેલા સર્વ સાધુ મહારાજ) ને નમસ્કાર કરું છું.

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280