Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 274
________________ આ નમસ્કાર મહામંત્ર . તેના રપ૧ અનુભવસિદ્ધ મહાપુરુષોએ એટલું બધું લખ્યું છે, એટલા બધા વિસ્તારપૂર્વક, આ મંત્રમાંના એક એક અક્ષરમાં રહેલી શક્તિઓનું વર્ણન કર્યું છે, કે એ બધું વાંચવા માટે અને સમજવા માટે સો વર્ષનું આયુષ્ય પણ ઓછું પડે. આ મંત્રમાં, એટલું બધું, એવું શું છે? શું જવાબ આપુ? આ મહાસિધુના એક અતિ અલ્પ બિંદુનો જે અનુભવ થયો છે, તેનું વર્ણન કરવા માટે પણ શબ્દો મળતા નથી. મુખ્યત્વે, આ અનુભવનો વિષય છે આનો સાધારણ ખ્યાલ મેળવવા માટે, જે મહાનુભાવોને એનો અનુભવ હોય એવા સાધુ પુરુષોનો સત્સંગ પ્રાપ્ત કરવાનું આવશ્યક છે. વિદ્યમાન જૈન આચાર્યો અને મુનિ મહારાજોમાંના તેના અનુભવવાળા કોઈ કોઈ વિરલ મહાત્માઓ પાસે જાઓ, શ્રદ્ધા અને જિજ્ઞાસાને લઈને જાઓ, તો નિરાશ નહિ થાઓ. એ મહામંત્રમાં જે “નમો શબ્દ છે, એ એક જ શબ્દનું ધારણ અને અંગીકરણ આપની પાસે એક અસાધારણ પાત્રતા માગી લે છે શિષ્ટાચાર ખાતર આપણે જ્યારે, “હું નમસ્કાર કરું છું, વંદન કરું છું' એવા શબ્દો બોલીએ છીએ ત્યારે તેથી આપણા વડે નમસ્કાર અથવા વંદન થાય છે, એવું માની લેશો નહિ. હું માત્ર નમસ્કારભાવને પાત્ર છું એવી આત્મપ્રતીતિ થયા સિવાય કોઈ પણ નમસ્કાર ફળદાયક બનતો નથી. આ આત્મપ્રતીતિ પોતે જ એક વિશિષ્ટ પ્રકારની અને ઉચ્ચ પાત્રતા છે. આપણામાં પળેપળે, જાણ્યેઅજાણ્ય, સર્વ કાળે અને સર્વ સ્થળે જે અહંભાવ - હું પદ ઘર કરી રહેલો પડ્યો છે, એ હું પદને જ્યાં સુધી પૂર્ણ પણે આપણે ત્યજીએ નહિ, ત્યાં સુધી પૂર્ણ અને શુદ્ધ નમસ્કારભાવ આપણામાં પ્રવર્તતો નથી.” આ ભાવ ક્યારે પ્રગટે? - જેમના વિષે આ નમસ્કારભાવનું આપણે ચિંત્વન કરતાં હોઈએ, તેમની સાથે, એટલે તેમનામાં રહેલા સગુણો અને તેમના પ્રભાવોની સાથે, આપણી સમજણશક્તિ જ્યારે એકાકાર થાય, ત્યારે આ ભાવ પ્રગટે. ત્યારે, આ મંત્રમાં આપણે કોને નમસ્કાર કરીએ છીએ? એને “પંચપરમેષ્ઠિ નમસ્કાર' કહેવામાં આવે છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય,ઉપાધ્યાય અને સર્વ સાધુગણ મળી પાંચ પરમેષ્ઠિને મહાન, પરમાત્મતત્ત્વને સંબોધીને આપણે નમસ્કાર કરીએ છીએ. આત્માના, એટલે આ સંસારમાં રમમાણ એવા તમામ આત્માઓને સદ્ગતિ અને શિવલક્ષ્મી પ્રાપ્ત કરવામાં આડે આવતાં, તમામ શત્રુઓને જેમણે હણ્યા છે,

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280