Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 277
________________ સ્વ.ના અવસાન પછી પ્રગટ થયેલો આ લેખ તેઓશ્રીના સુંદર વ્યક્તિત્વ વિશે ઘણું કહી જાય છે શ્રી “વનવાસીનું અવસાન “સંસ્કારલક્ષ્મી સ્ત્રી સાપ્તાહિક” નો વાચકસમુદાય જાણીને અત્યંત દુઃખ પામશે કે “નામ વિનાની નવલકથા” “ચંડિકા તે જ અંબિકા” “ગોફણનો ધા” આદિના સર્જક શ્રી વનવાસી, ઉર્ફે શ્રી ચંદુલાલ શકરચંદ શાહ (અમદાવાદ) નું ત્રેપન વર્ષની વયે ગયે સપ્તાહે અવસાન થયું છે. “સંસ્કારલક્ષ્મી સ્ત્રી સાપ્તાહિક સંપાદક મંડળીને આ સમાચાર પ્રકટ કરતાં અપાર શોક થાય છે. નવાઇની વાત એ લાગશે કે છેલ્લાં પંદરેક વર્ષ મશીનરી વગેરે વેપારમાં ગાળી છ એક મહિનાથી જ વાર્તાઓ લખવાનું એમણે શરૂ કર્યું હતું. માંડ બાર પંદર વાર્તાઓ લખી હશે, ને એક જ લખી નવલકથા. (હાલ / “સંસ્કારલક્ષ્મી સ્ત્રી સાપ્તાહિક” માં પ્રકટ થવા માંડી છે તે જ) અને ગઈ તા. ર૩મીએ મળસકે સાડાપાંચ વાગે ડાકટર નાડી અટકી ગઈ છે, ખલાસ નમો અરિહંતાણ એટલા જ છેલ્લા શબ્દો ઉચ્ચારીને તેઓ અનંત નિદ્રામાં પોઢી ગયા! છેલ્લા બે મહિનાથી તેઓ મૌનમાં હતા. પાનસરના ધર્મક્ષેત્રમાં એક મહિનો મૌન અને ધર્મચિંતનમાં ગાળી, સંજોગવશાત બીજા મહિનાનું મૌન પામવા ઘેર આવ્યા, ને બીજો મહિનો પૂરો થતાં પૂર્વે તો અનંત યાત્રાએ ચાલી નીકળ્યા. માંડ ઇં. ચાર ચોપડીનું શિક્ષણ લઈ અઢાર વરસની વયે બર્માચીન તરફ ગયા. સને ૧૯૨૮માં પાછા ખરી મજૂર મહાજનમાં, ‘જન્મભૂમિ'. ‘નવભારત’ ‘ફી પ્રેસ જનરલ' ‘નવી રોશની' “જયભારત વિ. પત્રોમાં કામ કર્યું, અને ખૂબ પ્રભાવશાળી લેખમાળાઓ લખેલી. અન્યાય સામે હંમેશા પડકાર કરતા, અને ઠેઠ સુધી લડી લેતા. સને ૧૯૩૦માં એક સત્યાગ્રહીને, સખત માર પડયો, તેની સામે તેમને અપવાસ કર્યા. પરિણામે કેટલાક અધિકારીઓ સસ્પેન્ડ થયેલા ને કેટલાક સજા પણ પામ્યા હતા. ૩૦ માં ૩ર માં’ તેમણે તુરંગવાસ સેવ્યો, ને '૪૨ની લડતમાં મુંબઇથી ગૃત પત્રિકા “રામપ્રકાશ બિસ્મિલ' ના નામથી ચલાવી, તેનો પત્તો ઠેઠ સુધી સી. આઈ. ડી. ખાતાને મળવા પામ્યો ન હતો. પછી અમેરિકા જઈ આવ્યા. સને ૧૯૪૯માં પાછા ફરી મશીનરીનો તથા બીજો વ્યવસાય કર્યો.

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280