Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 278
________________ જૈન ધર્મનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો, અને પુષ્કળ લેખો લખ્યા છે. સને ૧૯૬૧ની અધવચ તેમને દ્ધયરોગ થયો, ને બધી પ્રવૃતિ છોડી દેવી પડી. ત્યારથી કેવળ લેખન શરૂ કર્યું, અને ધાર્મિક ચિંતન, જપતપ, આદિ તરફ વળી ગયા. “નામ વિનાની નવલકથા” નું મૂળ તેમની એક ટૂંકી વાર્તામાં હતું. “કુમારી કૈલાસ” નામની ટૂંકી વાર્તાનો નવલકથા રૂપે વિકાસ કરવા અને સૂચવ્યું તે તેમણે સ્વીકાર્યું, અને લગભગ એક જ મહિનામાં આખી નવલકથા લખી નાખીને મોકલી તેમનું એક વાક્ય સૂચક હતું: ‘વચ્ચે કદાચ લેખકનું અવસાન થઈ જાય તો પણ નવલકથાનું અવસાન ન થઇ જાય-તે ખાતર આખી લખીને મોકલીશ.” અને ખરેખર, પહેલું પ્રકરણછપાયતે પૂર્વે તો ચાલ્યા ગયા! તેમનુ પરાક્રમ પૂર્ણ જીવનચરિત્ર તો આખો ગ્રંથ ભરાય તેવું-તેવડું છે. તેમનો “અનેકાન્ત સ્યાદવાદ” નામનો ૩૦૦ પાનાનો ગ્રંથ મદ્રાસની એક સંસ્થા તરફથી સાત ભાષામાં પ્રકટ થવાનો છે પોતે જ તેનું ઇં. ભાષાંતર લખવાની તૈયારી કરતા હતા, પણ એ ઇચ્છા ફળી નહિ. તેમની છેક પહેલી વાર્તા “સનાતન પ્રશ્ન પુરાતન જવાબ”-સં. ૧ ના ૩૪મા અંકમાં તેમના નામ સાથે જ પ્રકટ થઈ; ત્યારથી જ તેમને સંલ. સાથે ખૂબ મમત્વ ઝામવું શરૂ થયું.અમે જ તેમને આગ્રહ કરી, અનેક નામો સૂચવી, “વનવાસી નામ ધારણ કરાવ્યું. “ર્દયરોગ” ને લીધે, લેખન સિવાયની તમામ પ્રવૃતિ છોડી દેવી પડી છે, ઘરવાસી જ બનવું પડ્યું છે, પણ મન “વનવાસી છે કહી તેમણે તે નામ સ્વીકાર્યું. તેમણે “સંસ્કારલક્ષ્મી સ્ત્રી સાપ્તાહિક” માં ચાલતી નવલકથામાં ચીતરેલું નવી ગુજરાતણ “કૈલાસ” નું અત્યંત તેજસ્વી પાત્ર અમર બની જાય તેવું છે. ગુજરાતી સાહિત્યમાં નવું જ અજવાળું લઇને તે આવે છે. એ નવલકથા તો લખી. તેના સાંઘણમાં બીજી લખવાનો તેમનો મનસૂબો અધૂરો જ રહ્યો. પત્ની, ત્રણ પુત્રો ને ચાર પુત્રીઓ ને બે પુત્રવધૂનો પરિવાર વિલાપ કરતો મૂકી તેઓ ચાલ્યા ગયા. ગુજરાતને એક અત્યંત તેજસ્વી, પ્રૌઢ, શકિતશાળી લેખણનો લાભ મળતો ઝુંટવાઈ ગયો! તેમની લેખન સહાયની અપાર આશા ને ગણતરી “સંસ્કારલક્ષ્મી સ્ત્રી સાપ્તાહિક” એ રાખી હતી, તે વિફલ થઈ ગઈ. ઇશ્વરેચ્છા બલિયાસી.

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280