Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 270
________________ નમસ્કાર મહામંત્ર (Planning) કરવું જોઈએ. સમસ્ત જગતનું કલ્યાણ કરવું અથવા ઈચ્છવું એ એક મહત્ત્વની વાત આત્મકલ્યાણની સાથે સંબંધ ધરાવે છે. એટલે આત્માના ક્લ્યાણ માટે, એના આખરી છૂટકારા માટે અને એને અનુલક્ષીને પરકલ્યાણ માટે જે કોઈ મંત્રસાધના કરવામાં આવે તે શુદ્ધ તથા શુભ હેતુ ગણાય; કેમ કે એમાં કોઈ ભૌતિક સ્વાર્થ કે કામના હોતી નથી. હવે, મંત્રસાધનાના વિષયની આપણી વિચારણાને આપણે આગળ ચલાવીએ. જે પાંચ શરતો ઉપર જણાવી છે, તેને નીચેના ક્રમથી લેતાં, અશુધ્ધ નહિ તેવો હેતુ, તજજ્ઞ પુરુષ પાસેથી પ્રાપ્ત કરેલી વિધિ, દૃઢ કાર્યક્ષમતા,પૂર્ણ એકાગ્રતા અને બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા, એ પાંચે વસ્તુઓનું આલંબન લઈને કોઈ પણ માણસ મંત્રસાધના કરે, તો તે સિદ્ધિ પ્રાપ્ત થાય એવું શાસ્ત્રવચન છે. પરંતુ, આ પાંચે બાબતો હોવા માત્રથી જ મંત્રસિદ્ધિ ફળદાયક બને છે, એવું એકદમ માની લેવું નહિ. અહિં, મંત્રની પસંદગી,એવો એક અતિશય મહત્ત્વનો પ્રશ્ન ઉભો થાય છે. પાછળના પાનાઓમાં આપણે જોયું છે, કે જે ભૌતિક જીવનમાર્ગ આપણને આધ્યાત્મિક પ્રગતિનાં પગથિયાં તરફ દોરીને ના લઈજાય, તે સાચો જીવનમાર્ગ જ નથી. એમાં સાચા સુખની પ્રાપ્તિ થતી નથી, કેમકે એવા સુખો પાછા બીજાં અનેક નાના મોટા દુઃખોને જન્મ આપનારાં હોય છે. એવી જ રીતે, જે મંત્ર પોતે જ દુન્યવી સુખપ્રાપ્તિને લક્ષ્યમાં રાખીને ઘડાયો હોય,. તે મંત્રની સિદ્ધિ સ૨વાળે દુઃખદાયક જ બની રહે છે. ‘કાગવિદ્યા’ (કર્ણપિશાચિની વિદ્યા) ના ઉપાસકો અને સાધકોની શું દશા થાય છે, તે જોશોમેલી વિદ્યાના આરાધકોની શું અવસ્થા હોય છે,તે વિગેરે બધું જોશો, તો આ વાતનો બરાબર ખ્યાલ આવી જશે. એક બીજો દાખલો લઈએ. એક મંત્રછે, જે ‘વશીકરણ' ના નામથી ઓળખાય છે, આ એક ઘણો આકર્ષક મંત્ર છે. ઐહિક સુખની ઈચ્છાવાળા, ખાસ કરીને અમુક ચોક્કસ સ્ત્રીની કામનાવાળા કોઈ કોઈ લોકો આ મંત્રનો આશ્રય લે છે. આ લેખકને એવા બે કિસ્સાઓની, સત્ય ઘટનાઓની ખબર છે. અમુક ચોકક્સ સ્ત્રીને પોતાના વશમાં લાવવા માટે ભાનભૂલ્યા બે શક્તિશાળી યુવાનોએ આ મંત્રની સાધના કરી હતી. બંને જણને એમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને એ બંને જણ પોતપોતાની ઇચ્છિત રમણીઓને વશ કરીને તેમની સાથે લગ્ન કરી શક્યા હતા. પરંતુ, વશીકરણ મંત્રની સિદ્ધિ પહેલાં એ બંને સ્ત્રીઓ તે તે યુવાન તરફ ઘૃણાની દૃષ્ટિથી જોતી હતી. મંત્રસિંદ્ધિ પછી, મંત્રના બળ વડે હિપ્રોટાઈઝ થઈ ગએલી એ બંને સ્ત્રીઓ તે

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280