Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 269
________________ ૨૪૬ અનેકાંત અને સ્યાદ્વાદશિ ! ઈષ્ટ સાધી આપનારા-બની શકતાં જ નથી. હેતુ સાથે, મંત્રસિદ્ધિને ગાઢ સંબંધ છે. માણસ, મંત્રસિદ્ધિની કામના શુભ-ઉમદા-હેતુથી કરે છે, કે અશુભ યા અશુદ્ધ હેતુથી કરે છે, એ વાત બહુ મહત્ત્વની છે. અશુભ હેતુથી કરેલા કામમાં શ્રદ્ધા, એકાગ્રતા અને દઢતા હોય તો, કામ થાય છે ખરું, પણ એની અસર લાંબો વખત નભતી નથી, ઉપરાંત, એવી જાતની સિદ્ધિ આખરે એનું પોતાનું જ અહિત કરે છે, એને પોતાને જ અધોગતિની ઉંડી ગર્તામાં ધકેલી દે છે; જ્યારે, શુભ હેતુથી કરવામાં આવેલી મંત્રસાધના, એના સાધકને ઉત્તરોત્તર શક્તિ આપતી રહેવા ઉપરાંત, એને નિરંતર કલ્યાણના માર્ગે દોરતી રહે છે. કોઈ માણસ પોતાની કોઈ આપત્તિના નિવારણ માટે, કુટુંબના પાલન માટે યા ભૌતિક આવશ્યક્તા માટે મંત્રસાધના કરે તો એને આપણે શુભ નહિ કહી શકીએ ; પરંતુ, તે અશુભ પણ નહિ કહેવાય. ‘શુભ છે’ અને ‘અશુભ નથી. આ બે વાક્યોના અર્થમાં ઘણો ફરક છે. પરંતુ, આ અશુભ નહિ, તેવા હેતુઓને મંત્રસાધના માટે અનિષ્ટ ગણ્યા નથી. માણસ જ્યાં સુધી પારકું કે પોતાનું કલ્યાણ ઈચ્છતો રહી પ્રવૃત્તિઓ કરતો રહે, એમાં બીજા કોઈને પીડા, દુઃખ કે અમંગલ પહોંચાડવાની વૃત્તિ ના હોય, ત્યાં સુધી, એના હેતુને આપણે ‘અશુદ્ધ’ નહિ કહી શકીએ. અહીં જ્યારે ‘અશુભ’ તથા ‘અશુભ નહિ’ તેવા હેતુની વાત આપણે કરી છે, ત્યારે, શુભ અથવા શુદ્ધ કોને કહેવાય એનો પણ થોડોક વિચાર કરી લઈએ. ઉપયોગિતાની દૃષ્ટિથી જીવનના હેતુઓ અથવા ‘ધ્યેય’ વિષે આપણે ક્રમશઃ વિચારણા જેમ જેમ કરતા જઈશું, તેમ તેમ આપણને નવો નવો પ્રકાશ મળતો જશે. એ વિચારણા કરતાં કરતાં, જે નાશવંત પર્યાયો છે તેને છોડીને જ ધ્રુવ સ્વરૂપ છે, જે પરિણામી નિત્ય છે, તેવા આત્મા સુધી આપણી વિચારધારા પહોંચશે જ. એ રીતે વિચારતા વિચારતા, આ વિશ્વની તવારિખને તપાસતા તપાસતા અને આપણી આસપાસ નિત્યનિત્ય બનતી જતી ઘટમાળનું તાત્ત્વિક વિશ્લેષણ કરતા કરતા, આપણે છેવટે એવા નિર્ણય ઉપર આવીશું જ, કે જીવનનું અંતિમ ધ્યેય, શરીર અને સંપત્તિ નથી, પણ આત્મા અને તેની મુક્તિ છે. શાણા અને સમજુ માણસો પોતાના શ્રેય માટે ટૂંકી નજરને છોડીને લાંબી દૃષ્ટિથી વિચારણા કરે છે. જે વિચાર કે આયોજનની પાછળ દીર્ઘદૃષ્ટિ ના હોય તે આપણને તાત્કાલિક લાભ કદાચ આપે, લાંબે ગાળે તે હિતકર નિવડતા નથી. એટલે આપણે જ્યારે પણ આપણું ‘ધ્યેય નક્કી’ કરવાનું ત્યારે ‘આત્માની અંતિમ મુક્તિ' (Final emancipation of the soul) – એ વાતને કેંદ્રસ્થાને રાખીને જ આપણા જીવનનું આયોજન

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280