________________
ર૪૪મારા અનેમંત અને સ્યાદ્વાદ પણ બુદ્ધિપૂર્વકની સમજણ જો માણસમાં પેદા થઈ હોય, તો, એ વાત તે પોતે તો બરાબર સમજે જ છે, તદુપરાંત બીજાને પણ એ વાત તે સમજાવી શકે છે.
આ જગતમાં જે અનેક વિચિત્રતાઓ જોવામાં આવે છે, તેમાં આ “શ્રદ્ધા એક અજબ મૂર્તિ છે. સમગ્ર વિશ્વની તમામ પ્રવૃત્તિઓ જયારે શ્રદ્ધાની ધરીની આસપાસ ફરતી હોય છે, ત્યારે જ તે સફળ થાય છે. જે પ્રવૃત્તિના પાયામાં શ્રદ્ધા ના હોય, એવી કોઈ ક્રિયા ફળતી નથી, તેમાં સફળતા મળતી નથી.
આપણે થોડાક કે ઘણા માણસોને મળીને પૂછીએ, તો દેખાશે કે મોટા ભાગના લોકો શ્રદ્ધાનો સ્વીકાર કરતા જ હોય છે. પરંતુ શ્રધ્ધા શબ્દનો અર્થ ભાગ્યે જ એમાંના બધા જાણતા હોય છે.
સામાન્ય અર્થમાં શ્રદ્ધાને તેઓ “વિશ્વાસ અથવા ભરોસો એવું માનતા હોય છે. પણ, શ્રદ્ધાને બદલે વિશ્વાસ વિષે તેમને પૂછો તો તુરત જ, “ના, ભાઈ, ના, આ દુનિયામાં કોઈનોય વિશ્વાસ કરવા જેવું નથી” એમ કહીને મોટા ભાગના . લોકો ઉભા રહી જાય છે. વિધિની વિચિત્રતા તો એ છે, કે વિશ્વાસ રાખવા જેવું નથી એવી સર્વસામાન્ય માન્યતા હોવા છતાંયે, સારાયે વિશ્વનો વ્યવહાર વિશ્વાસ ઉપર જ ચાલે છે !
પરંતુ, શ્રદ્ધાનો અર્થ ઘણો ઊંડો અને ગંભીર છે. “આમાં મને શ્રદ્ધા છે એવું માનવું અને કહી દેવું, એ તો બહુ સાદી, નાની અને સામાન્ય વાત છે. એવું કહેનાર અને માનનાર માણસ શ્રદ્ધાળુ છે, એવું તેથી ફલિત થતું નથી. અમુક માણસને અમુક બાબત પ્રત્યે જે શ્રદ્ધા હોય છે, તેની પ્રતીતિ તો, જ્યારે એ બાબતમાં તેની કસોટી કરવામાં આવે અને એ કસોટીમાંથી પાર ઉતરવાની તેની તૈયારી હોય, ત્યારે જ થઈ શકે છે. જે બાબતમાં પોતાને શ્રદ્ધા હોય, એ બાબત અંગે જરૂર પડે તો ખપી જવાની અથવા સર્વસ્વનો ભોગ આપવાની જેની તમન્ના હોય, એ માણસને જ “શ્રદ્ધાવાન કહી શકાય. તે સિવાયની માત્ર શબ્દ દ્વારા વ્યક્ત થતી શ્રદ્ધા તો ઘેટાના ટોળા જેવી છે, જે બાજુએ દોરવવી હોય તે બાજાએ દોરવાઈ જાય.
એટલે , મંત્રસિદ્ધિની બાબતમાં જે પ્રથમ શરત રૂપે મૂકાએલી છે, તે શ્રદ્ધા, આવી જાતની પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. બુદ્ધિપૂર્વકની સમજણ દ્વારા અધિકૃત કે પ્રતિષ્ઠિત થએલી શ્રદ્ધા જ ફળ આપે છે. તે સિવાયની શ્રદ્ધા ફળ આપતી નથી. જે શ્રદ્ધા, “આગેસે ચલી આઈ હૈ એવા અર્થની હોય છે, તે સાચી શ્રદ્ધા નથી. સાચી એ અર્થમાં નથી, કે એ રીતની શ્રદ્ધાવાળા માણસો, કસોટી થાય ત્યારે, પાણીના પરપોટાની માફક, વિલીન થઈ જાય છે.
મંત્રસિદ્ધિમાં બીજી મહત્ત્વની વાત “એકાગ્રતા' ની છે. ચિત્તની એકાગ્રતા