________________
૨૪૨ માં અનેકંત અને સ્યાદ્વાદ
આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે, કોઈ પણ મંત્રમાં જે ત્રણ મહત્ત્વનાં અંગો રહે છે, તેને આપણે તપાસવા પડશે. આ અંગો નીચે મુજબ છે :
૧. શબ્દોની શકિત. ૨. શબ્દોના અર્થ અને એ અર્થની શક્તિ. ૩. એની પાછળ કામ કરતું મંત્રસૃષ્ટાનું સંકલ્પબળ.
શબ્દની શકિત વિષે તો હવે આજે બે મત નથી. શબ્દમાં અપરિમિત તાકાત હોય છે, એવું અનુભવ્યા પછી, શબ્દ બ્રહ્મવાદીઓએ શબ્દને પણ ‘શબ્દબ્રહ્મ એવું - સંબોધન આપ્યું છે.
કોઈ પણ શબ્દ આપણે બોલીએ છીએ, ત્યારે એમાંથી એક નાદ અને એક અસર અથવા છાપ ઉત્પન્ન થાય છે. મુખમાંથી બહાર પડતા શબ્દને હવાના મોજા ગ્રહણ કરે છે અને એને સાંભળનારના કાન ઉપરાંત આખી દુનિયામાં ફેરવે છે. •
આ શબ્દમાંથી જે નાદ –આવાજ-ઉત્પન્ન થાય છે, તે પોતાની છાપ અથવા અસર પણ નીપજાવે છે. શબ્દનો નાદ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં એની અસર પણ સાથે જ જાય છે. સાંભળનાર માણસના કાન શબ્દના નાદને ઝીલે છે અને એની બુદ્ધિ તથા હૃદય શબ્દની અસરને તથા છાપને ઝીલે છે. '
આ શબ્દની અસર અને છાપના અંશ એ પ્રમાણ બોલનાર માણસની શક્તિ અને યોગ્યતા ઉપર અવલંબે છે; સાંભળનારની પાત્રતાને આધીન પણ એ છે.
શબ્દના અર્થમાં જે ગહનતા અને ગંભીરતા હોય છે, તે મુજબ શબ્દની અસર પણ ઓછીવત્તી થાય છે. શબ્દો માણસને હસાવી શકે છે, રડાવી શકે છે, ઊંઘાડી શકે છે અને જગાડી પણ શકે છે. શબ્દની પોતાની શક્તિ, એના અર્થની શકિતની સાથે મળીને આવા બધા ઘણા કામ કરે છે.
શબ્દના અર્થમાં, મંત્રને લાગેવળગે છે ત્યાં સુધી, એક મહત્ત્વની વાત એ મંત્રના અધિષ્ઠાયક દેવતાના સામર્થ્યની પણ છે. મંત્રના શબ્દમાં જેમને ઉદેશીને મંત્ર સર્જાયો હોય છે, તેમનું નામ આવે જ છે. એટલે, આ નામ જેમનું છે, તેમની યોગ્યતા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
તે પછી, મંત્રની ત્રીજી શક્તિ, એ મત્રનું ઘડતર કરનાર - મંત્રને તૈયાર કરનાર સંપાદકના “સંકલ્પની શક્તિ છે. પોતાના સંલ્પબળથી શબ્દોને અધિકૃત બનાવીને મંત્રમ્રષ્ટા મંત્રને તૈયાર કરે છે. આ સંકલ્પબળ, એ કોઈ પણ મંત્રનું સૌથી વિશેષ મહત્ત્વનું અંગ છે.
આ રીતે તૈયાર કરવામાં આવેલો મંત્ર, શબ્દના ક્ષેત્રમાં, એક અનોખી ઔષધી સમું સ્થાન પ્રાપ્ત કરે છે ચોક્કસ પ્રકારની સિદ્ધિઓ માટે, ભિન્ન ભિન્ન પ્રકારના