Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 268
________________ [ નમસ્કાર મહામંત્ર માર૪પ (Concentration of mind- એ એક મોટું બળ છે. એ ના હોય તો, મંત્રની બાબતમાં માણસ કશીયે પ્રગતિ કરી શકતો નથી. સ્થિર થયા વિનાના અને અનેક પ્રકારના મનોવ્યાપારોમાં વિજનિક ગતિ કરતા મન વડે એકાગ્રતા પ્રાપ્ત થઈ શકતી નથી. આ બાબતમાં મનને તૈયાર કરવા માટે, માણસે ભારે મોટો પુરુષાર્થ કરવો પડે છે. મનની એક ચોક્કસ અને સુવ્યવસ્થિત અવસ્થાનું સર્જન કરવું પડે છે. એવું જો ના બની શકે, તો મંત્રસિદ્ધિ કદી પણ પ્રાપ્ત થઈ શકતી નથી. ત્રીજી શરત દઢતા છે. આ પણ એક મહાન શક્તિ છે. આ દઢતાને અંગ્રેજીમાં (Power of perseverance) કહે છે. મુસીબતો આવે, આફતો આવે, દુઃખ પડે અને ધારણા કરતાં અતિ ઘણો સમય વ્યતીત કરવો પડે, તો એ બધાની સામે દૃઢતાપૂર્વક માણસે ઉભા રહેવું જોઈએ. બુદ્ધિપૂર્વકની શ્રદ્ધાથી યુક્ત થએલા એકાગ્રચિત્તમાં નિશ્ચયશક્તિ તો આપોઆપ પ્રગટે છે, પણ એને દઢતાપૂર્વક વળગી રહેવાની અને ગમે તેમ થાય તો પણ પોતાના પ્રયાસને પડતો નહિ મૂકવાની શક્તિ જેમનામાં હોય, તેઓને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચોથી શરત “ વિધિ ' ને લગતી એટલે વિધિપૂર્વક (Methodical) સાધના કરવાને લગતી છે. આ પણ એક અદ્ભુત તાકાત છે. તજજ્ઞ પુરુષો પાસેથી મંત્રસાધના માટેની વિધિ બરાબર સમજી લીધા પછી, એનું ભૂલ વગરનું પાલન તથા અનુસરણ કરવામાં આવે, એ, મંત્રસિદ્ધિ માટેની ચોથી મહત્ત્વની શરત છે. આમાં એક ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે પુસ્તકના પાનાઓમાં લખાયેલા મંત્રો અથવા કોઈની પાસેથી મેળવેલા મંત્રી સુષુપ્ત દશામાં હોય છે. જ્યાં સુધી • મંત્રને, યોગ્ય ગુરુ પાસેથી વિધિપૂર્વક ગ્રહણ કરવામાં ના આવે, ત્યાં સુધી એ મંત્રમાં ચૈતન્ય પ્રગટતું નથી, ત્યાં સુધી એ મંત્ર જડ રહે છે. મંત્ર છે એટલે એની સાધના ફળ તો આપે જ, છતાં, ગુરુ પાસેથી ગ્રહણ કરીને “ચેતન બનાવ્યા પછી એની સિદ્ધિ. અને શક્તિ અદ્ભુત બની જાય છે. પાંચમી અને છેલ્લી શરત, મંત્ર સિદ્ધિને હેતુ સાથે સંબંધ ધરાવે છે, હેતુની વિશુદ્ધતા કે અયોગ્યતા સાથે મંત્રસિદ્ધિને સંબંધ શો? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ અહીં પૂછાશે. - બુદ્ધિથી યુક્ત થએલી શ્રદ્ધા, ચિત્તની પૂર્ણ એકાગ્રતા અને દઢ કાર્યક્ષમતા ધરાવનાર માણસ વિધિપૂર્વક મંત્ર સાધના કરે તો તેમાં, તેના હેતુની શુદ્ધિઅશુદ્ધિને શું લાગેવળગે ? આવો પ્રશ્ન સહેજે પૂછાશે. આ એક બહુ સમજવા જેવી વાત છે. આ જગતનો એક અબાધિત અને સનાતન સિદ્ધાંત છે, કે હેતુની પવિત્રતા વિનાનાં કોઈ કાર્યો સરવાળે સુખ આપનારા

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280