Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 271
________________ ર૪૮ માં અનેકંત અને સ્વાદ્વાદ મામ તે પુરૂષોને પરણી તો ખરી, પરંતુ એનું પરિણામ શું આવ્યું? . એક સ્ત્રી અંજાઈ ગએલી હાલતમાં કેવળ કઠપૂતળી બની ગઈ અને હૃદયની ઊખા ગુમાવી બેઠી, જે સુખની આશાથી પેલા યુવાને મંત્રસિદ્ધિનો પુરષાર્થ કર્યો હતો, તે સુખ, તે જીવનભર મેળવી શક્યો નહિ અને જીવનભરનું મહાદુઃખ એને પ્રાપ્ત થયું. બીજા કિસ્સામાં,પેલી સ્ત્રી કંઈક વિશેષ મનોબળવાળી હતી; એટલે, મંત્રની અસરથી પેલા યુવાન સાથે એણે લગ્ન તો કર્યા ; પરંતુ એ માણસને પોતાનો પ્રેમ તે આપી શકી નહિ, એને બદલે એ બાઈનું જીવન બગડી ગયું. આ કિસ્સામાં પણ, એક “અયોગ્ય પાત્ર' ને લઈ આવવાનું દુઃખ પેલા ભાઈનું જીવનસાથી બની ગયું. એ પાત્રમાં જે જે અયોગ્યતા આવી, તેને માટે જવાબદાર એ પોતે જ હતો એ વાત હજુ એ ભાઈના ગળે ઉતરી શકી નથી. આથી એ વાત નિશ્ચિત બને છે, કે મંત્રની પસંદગી કરતી વખતે માણસે પૂર્ણ વિવિકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. એ મંત્ર એવો હોવો જોઈએ કે જે પોતે સર્વસિદ્ધિપ્રદાયક' હોવા ઉપરાંત, સાધકની માનસિક અને અધ્યાત્મિક ભાવનાઓને પણ પ્રગટ અને પ્રબળ કરનારી વિશિષ્ટ શક્તિ ધરાવતો હોવો જોઈએ. • આ મંત્ર, સાધકની સાધકઅવસ્થાની ત્રુટિઓને સ્વયં દૂર કરવાની શક્તિ ધરાવતો, સાધનની અપવિત્રતાને સ્વયં પવિત્ર બનાવવાની શક્તિ ધરાવતો, અને સાધ્ય (હેતુ) ને પણ સ્વયં શુદ્ધ તથા સુમંગલ બનાવતી તાકાત ધરાવતો હોવો જોઈએ. એ મંત્ર એવો હોવો જોઈએ, જે પોતે, પારસમણી” સમી શક્તિ ધરાવનારો, સ્પર્શ થતાં જ કથીરને કંચન બનાવી દેનારો અને માત્ર પોતાની જ શક્તિ વડે “સાધક” સાધન અને સાધ્ય” એ ત્રણેનું સુનિયંત્રણ કરી શકે તેવો “સ્વયંસિદ્ધ અને સ્વયં સંચાલક” હોવો જોઈએ. આવા સુયોગ્ય મંત્રોમાંનો શ્રેષ્ઠ મંત્ર આ જગતમાં કોઈ હોય, તો તે એક “નમસ્કાર મહામંત્ર છે. આ મહામંત્ર “મંત્રાધિરાજનું મંગલ બિરુદ પામેલો છે. સીધા સાદા શબ્દો અને સરળ અર્થ દાખવતો આ મંત્ર, સામાન્ય મનુષ્યને પ્રથમ નજરે બહુ મોટી કે અસાધારણ છાપ પાડતો નથી. નાનું બાળક, જ્યારે શાળામાં પ્રથમ પગરણ માંડે છે, ત્યારે એને શરૂઆતમાં મૂળાક્ષરો શીખવવામાં આવે છે. આ મૂળાક્ષરો બરાબર શીખી ગયા પછી, યુવાનીમાં કે પુખ્રવયે એ મૂળાક્ષરોને કોણ યાદ કરે છે? છતાં, અપ્રતિમ વિદ્વત્તાના મૂળમાં એ મૂળાક્ષરો જ રહેલા હોય, છે, એ વાત કોણ નથી જાણતું? જૈનોના બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાની શરુઆત આ “નમસ્કાર મહામંત્ર' થી થાય છે, એ વખતે,એ મંત્રને નમસ્કાર મંત્ર એવા Unconspicuous- અપ્રસિદ્ધ

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280