Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 256
________________ - જીવન ઝંઝટ મામા માર૩ એટલે, આપણે આટલું નક્કી કરી લઈએ. “આ સંસાર કેવળ ભ્રમ નથી, વાસ્તવિક પણ છે. આ જીવન કેવળ ઝંઝટ નથી, મહા આનંદ પણ છે. એ બંનેમાં, એટલે આપણી આસપાસ પથરાયેલા સંસારમાં અને આપણા જીવનમાં વિષ અને અમૃત એ બંને પડેલા છે. વાસ્તવિક આનંદ અને અમૃતના વ્યવસ્થિત આયોજન લઈને આપણે ચાલીશું, અને જે દિવસે સંસાર એક ભ્રમ છે, એવું નક્કી થશે, ત્યારે એ ભ્રમ આપણાથી લાખો જોજન દૂર ચાલ્યો ગયો હશે; જીવન એક ઝંઝટ છે, એવું જે દિવસે આપણને લાગશે, તે વખતે એ ઝંઝટ તો બિચારી દૂર ઉભી ઉભી આંસુ સારતી હશે. અને વિષ.........એ વિષ તો તે દિવસે પોતે જ અમૃત બનીને અમૃતમાં ભળી ગએલું હશે.”

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280