________________
ખંડન - મંડન
૨૩૫
એટલે, સંશયો અને મતભેદો તો જાગવાના જ. પરંતુ એ અંગે જ્યારે ચર્ચા કરવા બે માણસો સામસામા બેસે, ત્યારે, એનું પરિણામ વિગ્રહમાં નહિ, સંધિમાં આવવું જોઈએ. આ સંધિ એકમતિની –સંમતિની જ હોય એવું ન પણ બને. ભિન્નમતિની પણ સંધિ થઈ શકે.
:
આ વિષયમાં જગતનાં ડાહ્યા માણસોએ એક સુંદર વાત કરેલી છે ઃ ‘બે માણસો પોતાના મતભેદોની ચર્ચાવિચારણા કરવા બેસે ત્યારે તેથી બંનેની મતિમાં અને સમજણશક્તિમાં સ્ફૂર્તિદાયક વૈવિધ્ય પ્રગટે છે. પરંતુ “હું જ સાચો છું અને તમે ખોટા જ છો,” એવી વૃત્તિ લઈને બે માણસો બેઠા હોય તો તેમાંથી અધમતા પ્રગટે છે અને અવનતિ સર્જાય છે.’
પશ્ચિમમાં જ્યારે બુદ્ધિશાળી માણસો ચર્ચા કરવા બેસે છે, અને પરસ્પરની વાત ઉપર એકમતિ પર આવવાનું જ્યારે અશક્ય બની જાય છે, ત્યારે છૂટા પડતી વખતે એક વાત‘બંને જણ કબુલ કરીને, પરસ્પર હાથ મિલાવીને અને પરસ્પરનું હિત ઈચ્છિને બંને જુદા પડે છે. જે એક વાત ઉપર તે બંને જણ ‘સહમત’ થાય તે વાત આ છે ઃ
‘(We agree to disagree) - આપણી વચ્ચે એકમતી' નથી, એ વાત ઉપર આપણે બંને સહમત છીએ.
કેટલી સરસ વાત થઈ. એમાં વૈમનસ્ય નથી. પછી તેઓ કહેશે, (We shall try again) – આપણે ફરીવાર પ્રયત્ન કરીશું.’ એટલે, આ પુસ્તકમાં જે કંઈ લખાયું છે, તેનો હેતુ કોઈ પણ પ્રકારના વાદવિવાદમાં કે ખંડન-મંડનના વિતંડામાં ઉતરવાનો નથી. આમ છતાં, આ પુસ્તક વાંચ્યા પછી, કોઈ પ્રકારના સંદેહો ઉભા થાય, તો તેનું નિવારણ કરવાનું અસ્થાને નહિ ગણાય.
આ વિવરણ આપણે પ્રશ્નોત્તરી દ્વારા કરીશું તો પ્રશ્નને અને એના જવાબને સમજવામાં આનંદ આવશે.
પ્રશ્નઃ -‘બૌદ્ધમત મુજબ વસ્તુ‘અનિત્ય’ છે.’ વેદાંત મત વસ્તુને ‘નિત્ય માને છે. જૈન દાર્શનિકોએ એ બે વાતને ભેગી કરીને કહ્યું કે વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આમાં નવું શું કહ્યું ? ઉલટો સંશય ઉભો કર્યો.
જવાબ :- ‘વસ્તુને નિત્ય જ અથવા અનિત્ય જ માનીને બેસી જઈએ તો તે વિષયનું જ્ઞાન અપૂર્ણ રહે છે, તેમ જ અન્ય સત્ય અંશનો અપલાપ થાય છે. ત્યારે એકલું નિત્ય છે અથવા અનિત્ય છે, એવું માનીને ચાલવામાં લક્ષ્યસ્થાને પહોંચી શકાતું નથી. પ્રત્યેક વસ્તુમાં ભિન્નભિન્ન-પરસ્પરવિરોધી ગુણધર્મો સમાયેલા છે. એનું
ܙ