Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 259
________________ ર૩૬ અનેમંત અને સ્વાદ્વાદ મા સંપૂર્ણ દર્શન ન થાય તો સમજણ અધૂરી રહે.” વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં બારીક પૃથક્કરણ-(Microscopic analysis) કરવામાં આવે છે, તે રીતે, જૈન તત્ત્વવૈજ્ઞાઓએ વસ્તુના બધા જ ગુણધર્મોને ખુલ્લા કરીને બતાવ્યા છે. એમાં કશુંયે ક્યાંયથી ભેગું કરેલું નથી. બધું જ સ્વતંત્ર છે. એથી ઉલટું, અન્ય મતમતાંતરોમાં જે એકમાર્ગી બાબતો કહેવામાં આવી છે, તે જૈન તત્ત્વજ્ઞાનમાંથી, અનુકૂળ લાગી તેવી એક એક વાતને પકડીને જ કહેવામાં આવી હોય, તે અસંભવ નથી. વસ્તુને નિત્ય માનીને ચાલવામાં એના પર્યાયો, અવસ્થાઓ અને પરિમનોનો છેદ ઉડી જાય છે. એથી વિપરીત, વસ્તુને જો અનિત્ય માનીને ચાલવામાં આવે, તો જે મૂળભૂત દ્રવ્ય છે, તેની ઉપેક્ષા થઈ જાય છે. એટલે, અપેક્ષાભેદે જૈન તત્ત્વજ્ઞાનીઓએ બતાવેલી આ બંને બાબતો સંશયાત્મક નહિ, પૂર્ણ નિશ્ચયાત્મક છે. વસ્તુની આ બંને બાજુઓ વિષેની પૂરેપૂરી સમજણનું વ્યવહારમાં અને આચરણમાં સવિશેષ મહત્વ છે. જમીનની નીચે બધે જ પાણી હોવા છતાં એક સ્થળે કૂવો ખોદવામાં આવે છે અને બીજે સ્થળે નથી ખોદવામાં આવતો, એ, સ્થળની અપેક્ષાએ પાણીના હોવાનો અને ન હોવાનો દ્વિભાવ છે, આમ, વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણ્યા વિના, એક જ સ્વરૂપને વળગીને આપણે ચાલીએ, તો ઇચ્છિત ધ્યેયને પહોંચવામાં, વિવેક કરી શકવાની અશક્તિને કારણે આપણે નિષ્ફળ જઈએ. બૌદ્ધમત અને વૈદાંત મતની જે એકાંત માન્યતાઓ છે, એ બંનેમાં સત્યનો એક અંશ માત્ર છે, પૂર્ણ સત્ય નથી. પાછું સ્વમાન્ય અંશનો દુરાગ્રહ રાખી ઈતર અંશનો ઈન્કાર થાય ત્યારે અસત્યતા આવીને ઊભી રહે છે. જયારે સંપૂર્ણ સત્ય અનેકાંતવાદમાં જ પ્રગટ થયું છે. એ વૈજ્ઞાનિક, સ્વતઃપ્રતિષ્ઠિત, સુવ્યવસ્થિત અને બુદ્ધિગમ્ય છે. અહીં એટલું સ્પષ્ટ કરીએ કે આ નિત્યાનિત્ય વગેરે ધર્મ એ કોઈ સ્વતંત્ર ધર્મોનો સરવાળો નથી, પરંતુ વિશિષ્ટ અનેકાંત ધર્મ છે. અગાઉ કહેવાઈ ગયું છે તેમ, શાંત અને તટસ્થ બુદ્ધિનો વિવેક પૂર્વક ઉપયોગ કરવાથી, આવા સંશયોનું નિવારણ આપમેળે થઈ જશે. પ્રશ્નઃ “જૈન તત્ત્વવેતાના જણાવ્યા મુજબ વસ્તુના ગુણ ધર્મો અનંત છે. તો પછી, તેની પૃથક્કરણ સમજણ માટે જે ભંગો બતાવ્યા છે તે સાત જ શા માટે?” જવાબ :- સપ્તભંગી અને નય એ બંને બાબતો અંગે સ્પષ્ટ સમજણ મેળવી - લેશો તો આ પ્રશ્નનું આપોઆપ સમાધાન થઈ જશે. સપ્તભંગીમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, જ્યારે સાત નયમાં વસ્તુના ગુણધર્મોનું પૃથક્કરણીય છે. વસ્તુના જુદા જુદા ગુણધર્મો નય બતાવે છે

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280