________________
ખંડન - મંડન
અને સપ્તભંગી તો માત્ર એ પ્રત્યેક વસ્તુના એક એક ગુણધર્મનું સાપેક્ષ વિશ્લેષણ કરે છે. નય માટે તો અગાઉ કહેવાઈ ગયું છે કે સાત નય જે બતાવ્યા છે તે સાત મુખ્ય નય છે. તદુપરાંત નય તો અનેક છે, જેટલાં વચન છે તેટલાં નય છે. સપ્તભંગીના સાત ભંગો દ્વારા સંશયજનિત જિજ્ઞાસાઓની તૃપ્તિ છે. દાખલા તરીકે, સંગ્રહ અને વ્યાવહાર નય વસ્તુના સામાન્ય અને વિશેષ એવા બે સ્વરૂપોને બતાવે છે. અને તેના કેટલાય અવાંતર ગુણધર્મ દ્વારા વસ્તુને જુએ છે, પ્રરૂપે છે. સપ્તભંગીમાં આમાંના કોઈ પણ એક સામાન્ય યા વિશેષ સ્વરૂપને લઈને તેનું, ‘વિશેષ છે, વિશેષ નથી’ વિગેરે વિશ્લેષણ કરી શકાશે.
એટલે, નય અને સપ્તભંગી વચ્ચેનો ભેદ જો બરાબર સમજાશે તો ઘણા સંશયો દૂર થઈ જશે. આમ છતાં, ‘ભંગ સાત જ શા માટે ?' પ્રશ્નનો જવાબ એ છે કે આઠમા પ્રકારનો કોઈ ભંગ હજી સુધી કોઈ સંશયકારો બતાવી શક્યા નથી; કેમ કે, એવો આઠમો કોઈ વિકલ્પ છે જ નહિ. માત્ર સંશય કરીને ઉભા રહેવાથી કોઈ વસ્તુનું પ્રતિપાદન થતું નથી. એ તો એક નિષેધાત્મક, નકારાત્મક (Negative) દુર્નીતિ છે.. કોઈ પણ સૂચન જ્યાં સુધી રચનાત્મક (Constructive) સ્વરૂપનું ન હોય ત્યાં સુધી એના ખંડન-મંડનમાં ઉતરવું એ વ્યર્થ વિતંડાવાદ છે.
બાકી થોડામાંથી ઘણું જોઈ શકાય છે, એ સમજવા માટે તો જડ વસ્તુમાં દુરબીન અને ચેતન વસ્તુમાં અપણી બે આંખો વિષે વિચાર કરશો તો ઘણું સમજાઈ જશે.
પ્રશ્ન:- સાત ભંગમાં છેલ્લા ત્રણમાં ‘છે અને અવક્તવ્ય છે,’ ‘નથી અને અવકતવ્ય છે’ તથા ‘ છે અને નથી અને અવક્તવ્ય છે' એવા ત્રણ પ્રકારોમાં વિવરણ કરવામાં આવ્યું છે. પાંચમાં ભંગમાં પહેલો તથા ચોથો આવે છે, છઠ્ઠામાં બીજો અને ચોથો આવે છે અને સાતમાં ભંગમાં પહેલા અને બીજાને ચોથા સાથે જોડવામાં આવ્યા છે. અહીં, પહેલો બીજો અને ત્રીજો એ ત્રણેને ચોથા ભંગ સાથે જોડીને એક આઠમો ભંગ ન બનાવી શકાય ?
જવાબઃ– ત્રીજા ભંગમાં, પહેલા અને બીજા ભંગમાંના બંને સાપેક્ષ સ્વરૂપોનું જોડાણ-સંધીકરણ છે જ; એટલે આઠમી દિષ્ટ માટે અવકાશ રહેતો નથી.
પ્રશ્ન :- ચોથા ભંગમાં જે ‘અવક્તવ્યતા’ દર્શાવી છે, એ રીતે એમાં એક ઉમેરીને ‘વક્તવ્યતા ' ન બતાવી શકાય ?
',
જવાબઃ- ‘અવક્તવ્યતા' એ પણ એક પ્રકારની વક્તવ્યતા જ છે. વળી એમાં જે અવક્તવ્યતા બતાવી છે, તે ‘સ્યાત્’ શબ્દને આધીન હોઈ સાપેક્ષ છે. વ્યવહારમાં એક માણસ એમ કહે, કે ‘મારી લાગણીઓ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી,’