________________
૨૩૮ મો
અનેકત અને સ્વાસ્વાદ પ્રમાણ એમાં અવક્તવ્યતાનું જે સૂચન છે તે એક પ્રકારની વકતવ્યતા જ છે. એટલે એમાં વક્તવ્યતાને અલગ બતાવવાનું આવશ્યક કે યુક્તિયુક્ત નથી. વળી એ સાતે ભંગોમાં જયાં અવક્તવ્યતા નથી, ત્યાં વક્તવ્યતા સમાવિષ્ટ જ છે, તેથી તેનું અલગ સ્થાન નથી રહેતું.
પ્રશ્ન :- એક જ વસ્તુને સારી અને ખરાબ કહી શકાય એ વાત સમજાય છે. પણ એક જ વસ્તુને નાની અને મોટી શી રીતે ઘટાવી શકાય?
જવાબ :- પરચતુષ્ટયની અપેક્ષાએ એક જ વસ્તુને નાની અથવા મોટી કહી - શકાય. દાખલા તરીકે‘બોર, લીંબુ, નારંગી, નારિયેળ અને તરબૂચ એ પાંચે ફળને એક જ ટેબલ ઉપર બાજુબાજામાં ગોઠવો. બોરની સરખામણીમાં લીંબુ મોટું લાગશે, પરંતુ, નારંગીની સાથે સરખાવતાં એ નાનું બની જશે. એ અનુક્રમ મુજબ દરેક
3)ોક આરામથી કહી શકાશે. ફળને અપેક્ષાએ નાનું અને મોટું આરામથી કહી શકાશે.
• • પ્રશ્ન :- જૈન ધર્મને હિંદુ ધર્મની એક શાખા માનવામાં આવે છે, તે વાત, ,સાચી છે? સાચી ન હોય તો એની સાબીતી શું? .
જવાબ :- ના, એ વાત સાચી નથી. એક પિતાને પાંચ પુત્રો હોય તો એ પાંચમાંના ગમે તે એક પુત્ર માટે “આ મારો પુત્ર છે એમ તે કહેશે. બીજાના પુત્ર માટે તે એવું કહી શકશે નહિ. એક ઝાડમાં ઘણી શાખાઓ હોય છે. એ બધી શાખાઓ એ ઝાડની અંગભૂત હોઈ “આ શાખા આ ઝાડની નથી' એમ કોઈ કહી શકશે નહિ.જૈન તત્ત્વજ્ઞાન જો હિંદુ તત્ત્વજ્ઞાનનું એક અંગ જ હોય, તો હિંદુ તત્ત્વવેત્તાઓ એને “આ અમારૂ એક અંગ છે.' એમ કહેતા હોત. તે લોકો એવું કહેતા નથી. તદુપરાંત, જૈન તત્ત્વજ્ઞાનને એ લોકો “ખોટું એમ કહે છે. આ ખોટું’ એમ જ્યારે કહેવામાં આવે છે. ત્યારે ત્યાં ભિન્નતા ઊભી થાય જ છે.
જૈન દર્શન વિષે, બહારના જગતમાં, હિંદુ ધર્મની એક શાખા હોવાની જે માન્યતા છે, તે પરિસ્થિતિના અજ્ઞાનમાંથી ઉદ્ભવેલી છે. એ માન્યતા તદન ખોટી છે. આ બાબતને એક શુદ્ધ તર્ક દ્વારા આપણે તપાસીએ, તો જણાશે, કે જૈન દર્શન એ એક તદન મૌલિક અને સ્વતંત્ર તત્ત્વજ્ઞાન છે.
બીજા જે દર્શનો છે, તેમાં અને જૈન તત્ત્વદર્શનમાં એક વિશિષ્ટ ભેદ એ છે કે, જૈન સિવાયના બીજા બધા જ દર્શન જૈન દર્શનને માત્ર ખોટું ગણાવીને જ અટકતાં નથી. પોતાના સિવાયના અન્ય બધા દર્શનોને તેઓ ખોટા માને છે. આની સામે જૈન દર્શને બીજા મુખ્ય મુખ્ય તત્ત્વજ્ઞાનોને “સદંતર ખોટા ગણ્યા નથી. તે તે દર્શનોમાં રહેલા અંશતઃ સત્યનો જૈન દર્શને સ્વીકાર કરેલો છે. પાછળના પાનાઓમાં આપણે મુખ્ય મુખ્ય અજૈન દર્શનો સ્યાદ્વાદમાંના સાત નયોમાંના ક્યા ક્યા એક એક નય