________________
તેની જીવન ઝંઝટ નો મહિનો ર૩૧ આચારમાં કદી પણ સારું હોઈ શકે નહિ. એવી જ રીતે આધ્યાત્મિક દૃષ્ટિથી જે સારું હોય તે ભૌતિક દૃષ્ટિથી પણ અનિચ્છનીય હોઈ શકે જ નહિ.
એવા જ ક્રમથી, ભૌતિક ક્ષેત્રમાં વર્તન માટે જે સિદ્ધાંતો નક્કી કરવામાં આવે. તે જો આધ્યાત્મિક વિકાસના પૂરક અને સહાયભૂત ન હોય તો તેથી કશું ભૌતિક ભલું પણ થઈ શકે જ નહિ. એવું જો નક્કી કરવામાં આવે તો તે સન્માર્ગ છે. વ્યવહાર અને નિશ્ચય એ બંને એ જ માર્ગના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ' સમા બે ભાગ છે. એ બંનેનું લક્ષ્ય એક છે.
આ બાબતને લક્ષ્યમાં રાખીને, જીવન જીવવા માટેનો સામાન્ય ગૃહસ્થધર્મથી સુશોભિત વિશેષ ગૃહસ્થધર્મ સ્વરૂપ એક વિકાસ-માર્ગ જૈન તત્વવેત્તાઓએ બતાવ્યો છે. એક જ આત્મોત્થાનના રાજમાર્ગની કેડી સમો આ માર્ગ, જીવન જીવવા માટેની એક વિકાસ શ્રેણીને Ladder of evolution આપણી સમક્ષ રજુ કરે છે. ભૌતિક ક્ષેત્રમાં તે આધ્યાત્મિક રંગ પૂરે છે અને પછી, ધીમે ધીમે, આત્માના પૂર્ણ વિકાસની દિશામાં તે દોરી જાય છે. આ વિકાસક્રમનાં જે સોપાન - પગથીયાં તેમણે બતાવ્યાં છે તે ચૌદ ગુણસ્થાનકોને આપણે પાછળ જોઈ ગયા છીએ. આ સોપાનને એક પછી એક સર કરવાની સમયમર્યાદા, પાંચ કારણોને આધીન રહીને મનુષ્યના પોતાના પુરૂષાર્થ ઉપર આધાર રાખે છે. આ બધી બાબતો બુદ્ધિગમ્ય છે, તર્કસિદ્ધ છે અને આચારસિદ્ધ પણ છે. It is completely rational, there is nothing abstract in it. : '. આ બધાનું હાર્દ, જીવન જીવવાના ધોરી સન્માર્ગનું મધ્યબિંદુ સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદની લોકોત્તર ઉપયોગિતા મુક્તિના માર્ગની સાધનામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મુક્તિનો માર્ગ ઈન્દ્રિયોથી પર- અતીન્દ્રિય છે. આત્મા અને કર્મનો સંયોગ તથા વિયોગ એનો હેતુ, એનાં કારણો વિગેરે બધું અતીન્દ્રિય જ્ઞાનગમ્ય છે. પારમાર્થીક પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ ન થાય ત્યાં સુધી માણસના મનમાં અનેક પ્રકારના સંભ્રમો ઉત્પન્ન થયા કરે એ તદન સ્વાભાવિક છે. એટલા માટે જ, મિથ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાનક પર વિચરતા આ જગતને એ ગુણસ્થાનકને - આ લેખકે “સંભ્રમ સદન” એવું નામ આપ્યું છે. એ બધા ય સંભ્રમોને વિભ્રમોનું બુદ્ધિગમ્ય અને શ્રદ્ધાગ્રાહ્ય નિરાકરણ ન થાય, ત્યાં સુધી આત્માના અંતિમ ધ્યેયને પહોંચવાના વિકાસમાર્ગમાં કોઈથી પણ પ્રગતિ થઈ શકતી નથી.
સ્યાદવાદની સમજણ દ્વારા એ બધા સંભ્રમોનું બુદ્ધિગ્રાહ્ય નિરાકરણ લાવી શકાય તેમ છે. એક એક માર્ગને અપનાવીને ઉભેલાં દર્શનોની ત્રુટીઓ તેથી દૂર થાય તેમ છે. વસ્તુનું સર્વદેશીય જ્ઞાન અને આત્માની મુક્તિ માટેની આવશ્યક