________________
દર જીવન ઝંઝટ
ર૨૯S વ્યક્તિનું ભલું તો છે જ, સમગ્ર વિશ્વના કલ્યાણનું બી પણ એમાં જ છે. રશિયા અને અમેરિકા એમની ભૌતિક વિજ્ઞાન સિદ્ધિઓનું પ્રદર્શન કરીને એકબીજાને ભય પમાડી શકશે ખરા, પણ એમાંથી જે પ્રગટ થશે તે ભડકો જ હશે; સુખ અને શાંતિ તો નહિ જ.
આપણે આપણી મૂળ, નાનકડી વાત ઉપર પાછા આવીએ. અહિંસા સત્ય, સ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ આ પાંચે આચારોનું પાલન કરવાનો પ્રયત્ન કરવાનું નક્કી કરીને પછી માણસ પોતાના જીવન અંગે વ્યવસ્થા કરે, કાર્ય કરે, તો તે પોતાનું હિત તો કરશે જ, તદુપરાંત, જગતના કલ્યાણમાં પણ તે મોટો ફાળો આપી શકશે. અહીં “આચારોનું પાલન કરવાનો પ્રયત્ન કરવાની વાત જ કરી છે, પાલન કરવાની વાત કરી નથી. આ વાત ધ્યાનમાં રાખીને શરુઆત અવશ્ય કરજો. જો પાલન થઈ શકે, તો તો, આપણે તો તરી જ જઈશું, સુખી થઈ જઈશું, સાથેસાથ જગતના કલ્યાણરથને પણ આપણે ગતિ આપી શકીશું.
આ ભૌતિક જગતમાં, માત્ર આધ્યાત્મિક હેતુને અનુલક્ષીને જ જીવનનું ધ્યેય નક્કી કરવાનું છે. પરંતુ એ રીતે જ સંપૂર્ણ પણે વર્તવાનું બધા માટે શક્ય નથી. કેમ કે, એમાં તો તુરત જ સર્વ ત્યાગની વાત આવીને ઉભી રહેશે. ભૌતિક સુખ સામગ્રી ઉપરથી નજરે જ ઉઠાવી લેવાનું બધા માટે શક્ય નથી. જેમનાથી બની તેમ હોય,
તેમણે તો એ દિશામાં પગલું ભરવામાં એક પળનો પણ વિલંબ કરવો નહિ. પરંતુ, • આપણે જાણીએ છીએ કે, એ માટે પણ આપણામાં વિશિષ્ટ પ્રકારની યોગ્યતા • જોઈએ. એ હોત તો તો જોઈતું તું શું? એ નથી એની જ આ બધી ઝંઝટ છે.
* જૈન શાસ્ત્રકારો પણ આ વાત સમજે છે. એમનો સાદ્વાદ આ વાત તેમને બતાવે છે. એટલે, જીવનના વિકાસમાર્ગ “સાધુ ધર્મ અને ગૃહસ્થ ધર્મ એવા બે ભેદ તેમણે પાડ્યા છે. વૈરાગ્ય ઉપજતાં, આત્મભાન જાગ્રત થતાં સાધુત્વ અંગીકાર કરનાર મહાનુભાવોને અનુસરવાના આચારોનું એક વિશાળ સૂચિપત્ર તેમણે બનાવ્યું છે. એવી જ રીતે સંસારી માણસોની મર્યાદાઓને સમજી, ગૃહસ્થ ધર્મનું પણ, અનુસરવા માટેનું સુલભ એવું નિરૂપણ એમણે કર્યું છે. આ બધું તો સુંદર સુવ્યવસ્થિત છે So well planned છે – કે એ જોઈને એક મોટું સાનંદ આશ્ચર્ય થાય છે.
ઉપર જે પાંચ મુખ્ય આચારો બતાવ્યા છે. તે, ગૃહસ્થધર્મ પાળવા માટેના કેવળ ધાર્મિક નહિ પણ સર્વત્રી અને સર્વદેશીય મૂળભૂત સિદ્ધાંતો છે. It is a great code of conduct, absolutely essential for every human beingપ્રત્યેક માનવીને માટે સર્વ કાળે અને સર્વ સ્થળે અત્યંત આવશ્યક એવું એ એક મહાન જીવન બંધારણ છે. વ્યક્તિ અને સમષ્ટિનું કલ્યાણ ભિન્ન નથી. એટલે સમગ્ર