Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 250
________________ - જીવન ઝંઝટ ર૨૭, લઈ જશે? શોષણખોરોની હિંસાની સામે સામ્યવાદી હિંસા આવી. હિંસા તો રહી જ. હિંસા દ્વારા હિંસાનો નાશ કદી પણ થઈ શકશે નહિ. પછી તે સામ્યવાદી છાપની હિંસા હોય કે લોકશાસન છાપની હિંસા હોય. હિંસાથી હિંસા જાય નહિ, હિંસાથી દુઃખ ફીટે નહિ, હિંસાથી સુખ પ્રગટે જ નહિ. એ તો આ એક મોટું વિષચક્ર - Vicious circle છે. એના મૂળમાં અપરિગ્રહનો અભાવ છે. માનવજાત સુખ અને શાંતિ ઈચ્છે છે, એનો સાચો અને સચોટ ઉપાય અપરિગ્રહનું પાલન અને સાદાઈમાં સંતોષ માનવો તે છે. વિશ્વના ઇતિહાસમાં અનેક યુદ્ધો થયાં છે. એના મૂળમાં પરિગ્રહની લાલસા જ રહી છે. * જગતને આજે સદાકાળ – શાંતિ ખપે છે. આ શાંતિની સ્થાપના અને એનું રક્ષણ કરવાનો સાચો માર્ગ શો? અણુબોમ્બ? લશ્કરી તાકાત? ના. ન. ના. યુદ્ધથી જો શાંતિ અને સુખ પ્રાપ્ત થતાં હોત, તો, વિશ્વના પ્રથમ યુદ્ધ પછીની યુદ્ધ પરંપરાઓ ઇતિહાસના પાનાઓને બિહામણાં બનાવવા આવી જ ન હોત. - આજે જે પરિસ્થિતિ છે, તે તો વહેતી સ્થિતિ છે. સંભવતઃ રશિયા, અમેરિકા અને બીજા દેશોએ ભેગાં કરેલાં સંહારના સાધનો વપરાઈ જશે, એક મહા વિનાશનું સર્જન કરી જશે. પણ પછી શું? - આ, “પછી શું?’ એ વાત જો આજે જ સમજાઈ જાય, તો માનવ જગત મહાવિનાશમાંથી ઉગરી જાય, જો નહિ સમજાય, તો એના વિનાશની પરંપરાઓ ચાલ્યા જ કરશે, વેરથી વેર શમતું નથી. અસત્ય આચરણથી શાંતિ સ્થપાતી નથી. ચોરીથી સંસ્કાર ઘડાતા નથી. અબ્રહ્મચર્યથી સંતોષ કદી જ નથી. પરિગ્રહથી સુખ કદી સાંપડતું નથી. હિંસા દ્વારા હિંસા સમતી નથી. ( વિશ્વમાં ચોતરફ આજે નજર નાખતાં દિલમાં આઘાતજનક કરુણાભાવ પેદા થાય છે, એવો વિચાર આવે છે કે શું આપણે કોઈ મોટા પાગલખાનામાં વસીએ છીએ ? કે કોઈ એક સ્થળે આગ લાગે ત્યારે એને ઠારવા આપણે પાણી લઈને દોડીએ છીએ, એને બદલે આપણે ઘાસતેલ, પેટ્રોલ ફટાકડા અને એવા સ્ફોટક પદાર્થ લઈને દોડીએ તો શું પરિણામ આવે? આ જગતમાં આજે આવું જ બની રહ્યું છે. યુદ્ધને અટકાવવા માટે યુદ્ધનાં ઘોર વિનાશક શસ્ત્રો બનાવવા પાછળ આજનું રાજકારણ અને અર્થકારણ દોડી રહ્યું છેઃ આંખો મીંચીને દોડી રહ્યું છે. એ બધું , પેટ્રોલ ઈત્યાદિ સ્ફોટક પદાર્થોને લઈને આગ ઓલવવા જતાં ગાંડા માણસો જેવું નથી લાગતું?

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280