Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 248
________________ છેજીવન ઝંઝટ મામા મારપી આપણે લઈ લીધું. પછી એ પુસ્તક એના માલિકને પાછું મળે એવો પ્રયત્ન આપણે કરવો જ જોઇએ. જો ન કરીએ તો પારકી ચીજ ઉપાડી લેવામાં આપણું પોતાનું અહિત કરી રહ્યા છીએ. આ સ્વ અને પર હિંસાને લગતો આખો વિષય બરાબર સમજી લેવા જેવો છે. જૈન સાહિત્યમાંથી આ માહિતી મળશે, ખાસ કરીને જીવવિચાર, નવતત્ત્વ અને કર્મગ્રંથ એટલું વાંચી લેવાથી ઘણો લાભ થશે. આમ, આપણે જોયું કે જીવનને પાયામાંથી સુંદર બનાવવાનો પ્રથમ માર્ગ છે પૂર્ણ પણે “અહિંસક જીવન ગાળવા માટે પ્રયત્નશીલ રહેવાનો. બીજી વાત સત્યને લગતી છે. સત્યનો અર્થ અસત્ય તથા અયોગ્ય ઉચ્ચારણ કે વિચારણા ન કરવી એવો થાય છે. અસત્યમાં પણ હિંસાની વાત આવે છે. આપણા અસત્ય કથન અથવા અસત્ય આચરણ દ્વારા બીજા કોઈને પણ દુઃખ થવાનું જ. એ થઈ પરહિંસા. એનાથી આપણને પોતાને જે કર્મબંધન થવાનું, તે થઈ “સ્વહિંસા”. અસ્તેય' એટલે “ચોરી ન કરવી આ “ચોરી” શબ્દ, કાયદાની પરિભાષામાં જેને “ચોરી માનવામાં આવે છે એટલો મર્યાદિત નથી. એનો ખાસ અર્થ એ છે, કે જે આપણું નથી, ન્યાયપૂર્વક આપણું નથી, તે સ્વીકારવું નહિ. ન્યાયપૂર્વક જે આપણા હક્કનું હોય તે સિવાયનું બીજું કંઈ પણ લેવું તેને “સ્તેય’ -ચોરી-માનવામાં આવ્યું છે. અહિં પર્ણ હિંસા-અહિંસાની વાત આવશે. પરહક્કનું લેવામાં બીજાને જે દુઃખ પહોંચે તે હિંસા-પરહિંસા. એવી રીતે લેવામાં આપણને જે કર્મબંધન થાય તે સ્વહિંસા'. : બ્રહ્મચર્ય શબ્દનો અર્થ તો ઘણો વિશાળ છે. સંસારી માણસો માટે આ આચારનું સંપૂર્ણ પાલન શક્ય નથી. પરંતુ, વ્યવહારમાં એને બે રીતે ઘટાવવામાં આવ્યું છે. એક તો, પર સ્ત્રી તરફ કુદષ્ટિ યા કુવિચાર ન કરવા તે. કેમકે વિચાર દ્વારા સેવાતું અબ્રહ્મચર્ય પણ હાનિકારક અને સર્વથા વજર્ય છે. બીજું સ્વપત્ની સાથેના વ્યવહારમાં પણ, અબ્રહ્મચર્યના સેવનને મર્યાદિત રાખવું તે. આ કળિયુગમાં જે લોકો પરસ્ત્રીને માતા સમાન ગણે છે અને સ્વપત્ની સાથેના અબ્રહ્મસેવનને મર્યાદામાં રાખે છે, એ મહાનુભાવો, એક પ્રકારના “બ્રહ્મચારી જ છે. મન, વચન અને કાયા એ ત્રણેય ઉપરના અંકુશોને આવશ્યક ગણવામાં આવ્યા છે. મનદ્વારા પરસ્ત્રી વિષે અયોગ્ય વિચારો કરવા, તે પણ એક મહાનું અબ્રહ્મચર્ય છે. અહીં પણ પેલી સ્વ અને પર હિંસાની વાત આવશે જ. સમજી શકાય તેવી વાત છે. પાંચમો અપરિગ્રહનો જે ચાર બતાવ્યો છે, એ તો એક ઘણી મોટી, સમજવા જેવી અને અવશ્ય પાલન કરવા જેવી વાત છે. એનો સીધો સાદો અર્થ એ થાય છે, કે આપણી જરુરિયાત કરતાં વિશેષનો સંગ્રહ કરવો નહિ.” આમાં આ “જરૂરિયાત

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280