________________
મe જીવન ઝંઝટ
રવા જીવને પણ દુઃખ થાય તેમજ “સ્વ” એટલે આપણું પોતાનું અહિત થાય એવું કંઈ પણ કાર્ય કરવું એ પણ હિંસા છે એવો પારમાર્થિક અર્થ હજુ ઘણા લોકો બરાબર સમજયા હોય તેવું દેખાતું નથી.
અહિંસાના સાચા અર્થમાં તો માનવ જ નહિ, કિંતું પશુ, પંખી અને કીડાકીડી વગેરે નિરાધાર જીવોની પણ હિંસા વર્જવાની છે, કેમ કે એની પણ હિંસા કરવાથી આપણું દિલ કઠોર ક્રૂર બને છે. એવા દિલમાં સાત્વિક ભાવ ઉઠી શકતા નથી.
એટલે વિશ્વના નાના-મોટા જીવો પૈકી જે માનવ પૂરતી ‘પરહિંસા' વિષેની સમજણ આજે પ્રચલિત છે, તે તો ઘણી ઘણી અધુરી છે; ત્યારે “સ્વ-હિંસા' શબ્દની યથાર્થ સમજણ મેળવવાનું તો હજુ, લગભગ બાકી જ છે.
અહિં “આપણું અહિત' એ શબ્દ ભૌતિક યા સ્વાર્થી અર્થમાં વાપર્યો નથી. એક વાત તો નિશ્ચિત છે કે આપણા વડે જે કંઇ પર-અહિત થાય છે તેનાથી આપણે પોતાનું પણ, આખરે તો અહિત જ થાય છે. આજકાલ આપણે જોઇશું તો જણાશે કે પરનું હિત કરવાની જે વ્યાપક સમજણ છે તેની પાછળ “સ્વ-હિત” નો વાસ્તવિક વિચાર હોતો નથી, આપણાં પ્રત્યેક કાર્યથી જે કર્મબંધન આપણને થાય છે, એનો વિચાર સામાન્ય રીતે “સ્વ” ની અપેક્ષાએ બહુ ઓછો કરવામાં આવે છે. પરિણામ એ આવ્યું છે કે આ “સ્વ” અને “પર” એ બંને વિષયો અલગ થઈ ગયા છે. પોતાના હિત માટે, સ્વાર્થ માટે, ગમે તેવું આચરણ કરવું અને પછી, બની શકે તો, “પર” – હિતનો વિચાર કરવો, આવી મનોવૃત્તિ સર્વ સાધારણ બની ગઈ છે. આમ બનવાની પાછળ, આપણે “અહિંસાનું “પર” સ્વરૂપ સમજ્યા છીએ પણ “સ્વ” સ્વરૂપ સમજયા નથી, તે છે.”
આપણાં જે જે કાર્યો અન્યને પીડાકારક હોય તે બધાં આપણને તે દ્વારા બંધાતાં કર્મોને કારણે વહેલાં કે મોડાં આપણને પોતાને પણ પીડાકારક બનવાનાં છે, એવી સમજણનો અભાવ હોવાથી જ અહિંસાનું સ્વલક્ષ્મી સ્વરૂપ આપણને સમજાયું નથી. આ સમજણના અભાવને કારણે, “વિશ્વકલ્યાણ” ની જે વાતો આપણે કરીએ છીએ, તેમાંથી આપણી પોતાની એટલે આપણા પોતાના વાસ્તવિક અને આત્મિક કલ્યાણની વાતને બાકાત રાખીને કરીએ છીએ. આપણા અંગત સ્વાર્થની કંઈ પણ વાત આવે ત્યારે આપણે પરકલ્યાણને વિસરીને, અનુકૂળ લાગે અને ફાવટ આવે તેવું વર્તન આપણે કરીએ છીએ.
અહિંસાનાં આ “સ્વ” અને “પર” એ બંને સ્વરૂપો એક સાથે જ સંકળાયેલાં છે. એ બંનેને ભેગાં રાખીને સારું જીવન જીવવાનો વિચાર આપણે કરીએ, એમાં