Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 245
________________ રરરકામ અનેમંત અને સ્યાદ્વાદ પ્રમાણ માટે પાંચ મુખ્ય આચારો બતાવ્યા છે. આ પાંચ આચારોનાં નામ નીચે મુજબ છે :૧. અહિંસા. ૨. સત્ય. ૩. અસ્તેય. ૪. બ્રહ્મચર્ય. ૫. અપરિગ્રહ. આ પાંચે ઉપર પાંચ જુદા જુદા ગ્રંથો લખી શકાય, તેવા આ મહાન, અર્થગંભીર અને પરમ કલ્યાણકારક સિદ્ધાંતો છે. આ પાંચે આચારો સારું જીવન જીવવા માટેના-High way-ધોરી માર્ગ છે. મોટરમાં બેસીને આપણે નીકળ્યા હોઇએ, ત્યારે, મોટરને સડક ઉપર જ આપણે ચલાવીએ છીએ. સડકની એક બાજુ યા બીજી બાજુ આપણે નીચે ઉતરી જઇએ તો અકસ્માત નડ્યા વગર રહેતો નથી. એવી જ રીતે, જીવન જીવવા માટે આ પાંચ આચારો રૂપી સડક ઉપર જ જો આપણે ચાલીએ, તો કશી ઝંઝટ ઉભી થતી નથી. એની બહાર આપણે નીકળી જઈએ, તો અનેક પ્રકારની ઉપાધીઓ ઉભી થાય છે. “અહિંસા' શબ્દનો અર્થ માત્ર માનવની હિંસા ન કરવા, યા માત્ર કાયાથી જીવહિંસા ન કરવા પૂરતો મર્યાદિત નથી. આપણા કોઈ પણ વિચાર, વચન યા કાર્ય દ્વારા કોઇને પણ દુઃખ પહોંચે તો તેને હિંસા ગણવામાં આવે છે. કોઇ પણ સ્થૂલ, સૂક્ષ્મ પ્રાણીના શરીરને પીડા થાય કે દુઃખ થાય એ તો હિંસા છે જ; પરંતુ કોઈના મનને જરા સરખું પણ દુઃખ થાય એવાં બધાં કર્મો, પછી તે કાયાદ્વારા, વચનદ્વારા કે વિચારદ્વારા થયાં હોય, તે બધા જ કર્મોમાં હિંસા આવી જાય છે. કર્મની બાબતમાં, “મનસા, વાચા, કર્મણા” એવી ત્રણેય બાબતોનો સમાવેશ થઈ જાય છે. અહિંસા શબ્દ તો આજે વિશ્વવ્યાપક Universal સમજણનો વિષય છે. પૂર્વના ૨૩ તીર્થકરો તથા ૨૪માં તીર્થકર ભગવાન મહાવીરસ્વામી અને ભગવાન બુદ્ધ દ્વારા વહેતા રાખવામાં આવેલા એ શબ્દોનો-માનવ અહિંસાનો-રાજકારણમાં તથા સમાજ જીવનમાં વ્યાપક ઉપયોગ કરવાનો ભગીરથ પુરૂષાર્થ કરીને સ્વર્ગસ્થ મહાત્મા ગાંધીજીએ જગતભરમાં વસતા લોકોને અહિંસા શબ્દથી મોહિત બનાવી દીધા છે. • આમ છતાં, જગતના મોટા ભાગ સુધી અહિંસાનો બહુ શૂલ જ અર્થ પહોંચ્યો છે. પર એટલે અન્ય માનવને દુઃખ થાય તેવું કશું જ કામ કરવું એનું નામ હિંસા એટલો મર્યાદિત અર્થ મોટા ભાગના લોકો સમજે છે. પરંતુ પશુપંખી, યાવત સૂક્ષ્મ

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280