________________
ર૨૪
અનેકાંત અને સ્યાદ્વાદ મિત જ શ્રેય છે, “પર” ને છુટું પાડીને “સ્વ” નો વિચાર થઈ શકે નહિ; એવી જ રીતે, સ્વ” ને છુટું પાડીને પર' નો વિચાર પણ એકાંતે હાનિકારક છે.
આ વાત બરાબર સમજી લેવા જેવી છે. દાખલા તરીકે, મુસીબતમાં આવેલા એક અંધ મુસાફરને સીધે રસ્તે-ધોરી માર્ગ પર આપણે પહોંચાડવો છે. ગામની બહાર સીધી સડકે એને ચડાવીને પછી થોડા વળાંકો વટાવીને એને રાજમાર્ગ પર ચડાવવો છે, ગામ બહાર પહોંચ્યા પછી આપણને લાગ્યું કે ગામની બહાર તો હવે નીકળી ગયા. હવે આગળ જવાની તકલીફ શા માટે લેવી? આ વિચારથી પેલા અંધ મુસાફરને આપણે કહીએ છીએ :
“ભાઈ, હવે લાકડીના સહારે ચાલ્યા જાઓ. જમણી તરફ બે વખત વળવાનું આવશે, પછી બે વખત ડાબી તરફ વળવાનું આવશે, તે પછી એક વાર જમણી તરફ વળશો એટલે પછી મુખ્ય રસ્તો, રાજમાર્ગ આવી જશે, સીધા ચાલ્યા જજો.”
પેલા અંધ મુસાફરને એટલી સૂચના આપીએ છીએ. તે ભલો માણસ, એટલે સુધી પહોંચાડવા બદલ આપણો આભાર માનીને લાકડી ઠોકતો ઠોકતો ચાલ્યો જાય છે. આપણે ગામ તરફ પાછા આવીએ છીએ.
પેલો મુસાફર તો ચાલ્યો જશે. પણ, આપણાં દિલમાં એક ડંખ જરૂર રહી જશે. “એને મુખ્ય માર્ગ સુધી જો પહોંચાડ્યો હોત તો સારું થાત,” આ ડંખ રહી જાય તો તો ઠીક, પણ એવો કોઈ ભાવ આપણા મનમાં જાગે નહિ તો તેથી બેપરવાઇને લીધે આપણું પોતાનું અહિત થવાનું. કેમકે, ત્યાં આપણે દયાભાવ સાથે આપણી ફરજ ચૂક્યા છીએ.
એવી જ રીતે, આપણી ફરજ જ્યારે જ્યારે આપણે ચૂકીએ, ત્યારે ત્યારે, બીજાને તેથી ભલે નુકશાન ન થવાનું હોય, આપણાથી આપણું તો અહિત જ થાય છે. સ્વ અને પરનો ભેદ અહીં સમજાશે. કાયદાની પરિભાષામાં gિnorance of Law is no excuse-કાનૂનનું અજ્ઞાન એ કોઈ બહાનું-ક્ષમાપાત્ર કારણ-નથી.” આપણી એવી દલીલ ત્યાં ચાલતી નથી, પરિણામ ભોગવવું જ પડે છે.
એ જ પ્રમાણે, કર્મ અને આત્માના કાયદાઓ પણ ચુસ્ત છે, જે ગુનાઓ આપણે અજાણતાં પણ કરીએ તેનો બદલો મળે જ છે. હેતુના અસ્તિત્વ ઉપર, નાસ્તિત્વ ઉપર, મંદતા અથવા તીવ્રતા ઉપર એના પરિણામના ઓછાવત્તા પ્રમાણનો આધાર રહે એટલું જ. આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે જ્યારે જયારે આપણે અધર્મ યા અનિચ્છનીય આચરણ કરીએ છીએ, ત્યારે તે વડે આપણી પોતાની ઉપર અસર થાય તેવું હિંસાત્મક કાર્ય જ આપણાથી થાય છે.
રસ્તામાંથી એક સારી કથાનું પુસ્તક આપણને જડયું. કોઈકનું પડી ગયું છે.