Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 253
________________ ૨૩૦ અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમા માનવજાત માટે એ પરમ કલ્યાણકારણ વિજ્ઞાન છે. આ પાંચ આચારોને પાળવાથી થતા લાભોનું પણ અતિ સુંદર વિવેચન જૈન શાસ્ત્રકારોએ કરેલું છે. મન, વચન અને કાયાના ત્રિવેણી સંગમ વડે એ આચારોનું પુરેપુરું પાલન કરનાર તો તરી જ જાય, જેઓ એનું અંશતઃ પાલન કરે અને સંપૂર્ણ પાલન કરવાના માર્ગે આગળ વધવા માટે સતત પ્રયત્નશીલ રહે તેમને પણ તેથી પારાવાર લાભ જ થાય. જૈનતત્ત્વવિજ્ઞાન, આ સંસારને સર્વથા માયા કે ભ્રમ માનતું નથી. આ સંસાર પણ એક વાસ્તવિકતા છે. -Reality છે, માત્ર એના સ્વરૂપથી સાવધાન રહીને માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરે તો તે, જેને આંતરિક સુખ માનવામાં આવ્યું છે, તેનો ભોક્તા અવશ્ય બની શકે. આત્માનો ક્રમશઃ વિકાસ કરવામાં આ સંસારની ઝંઝટતાઓ કશી આડે આવતી જ નથી. સંસારમાં રહીને આત્માનો થોડો પણ વિકાસ ન જ થઈ શકે એવું જૈન શાસ્ત્રકારો કહેતા નથી. એની અંતિમ મુક્તિ માટે જ સર્વવિરતિ ધર્મની આવશ્યકતાને તેમણે અનિવાર્ય ગણી છે તેની ભૂમિકાનું સર્જન દેશવિરતિ ધર્મની આરાધના દ્વારા થઈ શકે છે. આ વાતની યથાર્થતા સમજેલા જૈનતત્ત્વજ્ઞોએ, આત્માના વિકાસમાં અનુકૂળતા પ્રાપ્ત કરાવે એ દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને, ગૃહસ્થધર્મની-સાચા જીવનમાર્ગીની – અદ્ભુત ઉત્કર્ષ સાધવામાં સહાયભૂત થાય તેવા માર્ગની બહુ ઝીણવટભરી પ્રરૂપણા કરી છે. ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રો, એના હિસા-અહિંસા સાથેના કાર્ય કારણભાવની દષ્ટિથી ભલે જૂદાં દેખાતા હોય, ભલે જુદા લેખાતાં પણ હોય, આધ્યાત્મિક ધ્યેય, એની સિદ્ધિની અનુકૂળતા, વગેરે સમગ્ર દષ્ટિએ વિચારતાં એવો કોઈ એકાંત ભેદ પડતો નથી. મોટા નગરોમાં કોઈ કોઈ ઘણા લાંબા પણ એક જ નામથી ઓળખાતા માર્ગ ઉત્તર અને દક્ષિણ એવા વિભાગથી ઓળખાય છે. દાખલા તરીકે, મુબઈમાં જે એક મોટો લેમિંગ્ટન રોડ છે. તેને લેમિંટન રોડ નોર્થ અને લેમિંટન રોડ સાઉથ એવા બે પોસ્ટલ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. એવી જ રીતે, જીવનના અને જીવના વિકાસને લાગે વળગે છે, ત્યાં સુધી ભૌતિક ક્ષેત્રને આપણે “મુક્તિમાર્ગ દક્ષિણ’ આધ્યાત્મિક ક્ષેત્રને “મુક્તિમાર્ગ ઉત્તર’ -Salvation Road South and Salvation Road North- એવાં નામો આપી શકીશું. આત્માના જે શત્રુઓ છે, તે શરીરના દુશ્મનો નથી. એવું કોઈ માનશો નહિ. આત્મા સાથે જોડાયેલું શરીર જ્યાં સુધી એના કાર્ય (Function) માં પ્રવૃતિમાન છે ત્યાં સુધી આત્મા અને શરીર, સાપેક્ષ દૃષ્ટિથી, ભિન્ન નથી. એટલે શરીર દ્વારા જે કાંઈ પ્રવૃત્તિ થાય છે. તે આત્માની પોતાની પ્રવૃત્તિ છે. વિચારમાં જે ખરાબ છે તે

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280