Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 255
________________ ર૩ર અનેવંત અને સ્યાદ્વાદ પ્રમાણ પુરૂષાર્થ પણ સ્યાદ્વાદની સમજણ દ્વારા જ શક્ય બની શકશે. આપણે તો એની શરૂઆત તથાવિધ વર્ષોલ્લાસના અભાવે ભૌતિક જગતમાં રહીને જ કરવાની છે. એમાં પણ આ સ્યાદ્વાદશ્રુતનું અવલંબન આપણને ખૂબ ખૂબ સહાયભૂત થશે. પરંતુ જીવન જીવવાનો જે માર્ગ આપણને આપણા આધ્યાત્મિક વિકાસ તરફ ન દોરી જાય, તેનાથી, તેવા માર્ગથી, ભૌતિક ક્ષેત્રમાં પણ કોઈ લાભ સંભાવિત નથી. એવા ખોટા માર્ગો જીવનની ઝંઝટોને વધારી મૂકે છે. જીવનનું ધ્યેય અને એ ધ્યેયને પ્રાપ્ત કરવાના માર્ગો વિષે પુરતું વિચાર્યા - વિના જ જો આપણે ચાલીએ, તો ગાડામાં જોડાયેલા બળદમાં ને આપણામાં કશો ફરક રહેતો નથી. એની વિચારણા સુસ્પષ્ટ રીતે કરીને જ આપણા જીવનનું યથાર્થ સુયોજન Good planning આપણે કરી શકીએ. આવી કોઈ યોજના કર્યા વિના આપણે ચાલવા માંડીએ તો આપણી દશા ફુટબોલ જેવી જ થવાની. પછી આપણે . જ્યાં જઈશું, ત્યાં આપણને જે મળશે તે શું હશે? ઝંઝટ જ ઝંઝટ. આધ્યાત્મિક ધ્યેયથી ભિન્ન એવું ભૌતિક ધ્યેય હોઈ શકે જ નહિ. કેવળ ભૌતિક સુખસામગ્રીને જ લક્ષ્યમાં રાખીને જીવનનું ધ્યેય આપણે નક્કી કરીએ, તો તેથી, આધ્યાત્મિક સુખ તો દૂર રહ્યું, ભૌતિક સુખ પણ આપણને પ્રાપ્ત નહિ થાય. જેને શાસ્ત્રકારોએ આત્માના શત્રુ ગણ્યા છે અને શરીરના મિત્રો માની શકાય જ નહિ. આધ્યાત્મિક વિકાસમાં જે આડે આવે, તે ભૌતિક વિકાસમાં કદી પણ સહાયભૂત થઈ શકે નહિ. આ વાતને બરાબર પચાવી દેવી જોઈએ. જૈન દર્શનકારોએ, આત્માના ‘પદ્દરિપુ નામથી ઓળખાતા છ શત્રુઓ બતાવ્યા છે. એ આત્મશત્રુઓનાં નામ છે : “કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર.આધ્યાત્મિક વિકાસમાં અડચણ કરનારા આ છ દુશ્મનો, ભૌતિક વિકાસમાં પણ એવા જ અને એટલા જ અડચણ કર્તા છે. આ વાત બરાબર યાદ રાખવા જેવી છે. એ બહુ મોટા અવગુણો છે. વ્યવસ્થિત જીવનના વિકાસમાં આ અવગુણો બાધક તત્ત્વો Blocking elements' છે. “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મિત્રોની સહાયતા લઈને આ છે શત્રુઓનો પરાભવ કરવા માટે રણે ચડવું એ પ્રત્યેક વિવેકપૂર્ણ મનુષ્યનો પ્રાથમિક પુરુષાર્થ છે. આ વાતને ઉંચી મૂકીને જીવન જીવવાનો માર્ગ નક્કી થાય જ નહિ. એને લક્ષ્યમાં રાખીને આપણે જે જીવન જીવીએ, એ વિશુદ્ધ આમોદપ્રમોદકારક નંદનવન છે.” એને બાદ કરીને ચાલીએ તો જીવન એક ઝંઝટ છે, મહા ઝંઝટ છે. એ મહાઝંઝટમાંથી છૂટવા માટે સ્યાદ્વાદ શ્રતધારક અનેકાન્તવાદના અદ્ભુત તત્ત્વવિજ્ઞાનનો આશ્રય લેવાની અનિવાર્ય આવશ્યક્તા રહે જ છે.

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280