________________
ર૧૮
અનેમંત અને સ્વાહાદ કરતાં અવશ્ય સમજાશે. પછી એના નિવારણ માટેનો પુરૂષાર્થ ઉત્સાહપૂર્વક આપણે કરી શકીશું. આ બધું સમજવાનો અને એ રીતે વિચારવાનો માર્ગ ‘સ્યાદ્વાદ' દ્વારા આપણને અવશ્ય મળશે;
એવી જ રીતે, જીવનમાં જ્યારે અતિ સુખ આવી પડે, ત્યારે આ સુખ શું છે, ક્યાંથી આવ્યું, શાથી આવ્યું, એનું કારણ શું છે, એની સમયમર્યાદા કેટલી રહેશે અને એ દરમિયાન બીજી કોઈ વિડંબનાઓ આવી પડશે કે કેમ, એ બધી વાતનો વિચાર પણ આપણે કરવો જ જોઈએ. આવો વિચાર આપણે કરીએ તો તેમાંથી બે - વાત બનશે.
એક તો, આવી મળેલા સુખથી છકી જવાને બદલે એનો વિવેકપૂર્વકનો : ઉપભોગ આપણે કરી શકીશું. બીજું, એ સુખ પછી આવનારા દુઃખને આપણે કાં તો પાછું ઠેલી શકીશું, અટકાવી શકીશું યા હસતાં હસતાં એ ભોગવવા માટે આપણી જાતને આપણે તૈયાર કરીશું, તદુપરાંત, આપણા સુખમાં બીજાને ભાગ આપવાની પરમ ઉપકારક વૃત્તિ પણ આપણામાં જન્મશે. આ રીતે વિચારવાનો માર્ગ પણ સ્યાદ્વાદમાંથી આપણને જડશે.
ઘરના કુટુંબીજનો, મિત્રો અને સ્નેહીઓના વર્તનથી ક્યારેક આપણે રંજ અનુભવીએ છીએ; દુઃખી થઈ જઈએ છીએ. તે વખતે, આપણી અને તેમની સમજણ વચ્ચેનો ભેદ આપણે તપાસીશું, એ સ્થિતિ ઉત્પન્ન થવાના કારણોની શોધ આપણે કરીશું અને એના નિવારણ માટેના ઉપાયો વિચારીશું, તો, મતભેદના આ મનદુ:ખમાંથી આપણે મુક્ત થઈ જઈશું. આ વિચારવા માટેનો માર્ગ પણ સ્યાદ્વાદ આપણને બતાવે છે.
યાદવાદ સિદ્ધાંતનો સ્થાપિત અર્થ એ છે કે કોઈ પણ વસ્તુ યા બાબતને એક કરતાં વધારે બાજુઓ હોય છે. સ્યાદ્વાદના શિક્ષણનું મધ્યબિંદુ એ છે કે કોઈ પણ બાબતનો વિચાર કરતી વખતે એની એક જ બાજુ જોઇ વિચારીને અટકી ન જવું.
એકને બદલે બે બાજુનો વિચાર કરવા અંગે એક બહુ જ સુંદર દૃષ્ટાંત છે. ખૂબ જ ગમ્મત સાથે અતિ ગંભીર જ્ઞાન આપે એવું એ દૃષ્ટાંત છેઃ
બીજા વિશ્વયુદ્ધ દરમિયાનં એક કુશળ અંગ્રેજ અધિકારીની સૈન્ય ભરતીના કામ અંગે નિમણુંક થઈ હતી. Recruiting Officer-સૈન્ય ભરતી અમલદારતરીકે ઓળખાતા એ ભાઈ ગામેગામ જઈને, ત્યાંના યુવાન વર્ગને એકઠો કરી લશ્કરમાં જોડાવા માટે ભાષણો આપતા હતા. એક સ્થળે તેમણે જે ભાષણ કર્યું તેમાંનો થોડોક ઉપયોગી અને ગમ્મતપૂર્ણ ભાગ નીચે મુજબ હતો :
નામ નોંધાવી દો, લશ્કરમાં ભરતી થઇ જાઓ. કશી પણ ચિંતા માટે કંઈ