Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 239
________________ ૨૧) : અનેકાંત અને સ્યાદ્વાદ , આત્મસમર્શિતા માટે અપૂર્વ ધ્યાન ધરતા વેદાંતી સન્યાસીઓના સમાગમથી જાણેલી અને જોયેલી એમની ત્યાગભાવના તથા આત્મઝંખના આગળ હંમેશા મસ્તક નમતું જ રહ્યું છે. જૈન સાધુઓ જે કઠીન આચાર પાળે છે, તે જોઈને જગતભરના સમજદાર માણસોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જૈન સાધુઓના આચાર, એમની દિનચર્યા અને એમને જાળવવી પડતી અનેક મર્યાદાઓનો અભ્યાસ કરનાર કોઈ પણ સજ્જનને, “જગતની એ સર્વોચ્ચ સાધુ સંસ્થા છે તેવી પ્રતીતિ થયા સિવાય રહેશે જ નહિ. આ વાત અહીં કરવાનો હેતુ એટલો જ છે, કે સંસારમાં કંઈક મુશ્કેલીઓની પરંપરા દેખાતાં, એની સામે ટક્કર ઝીલવાની અશક્તિને કારણે જે વસ્ત્રો બદલી નાંખવાથી કશો અર્થ સરતો નથી. સાધુત્વનો માર્ગ તો અતિ કઠીન છે. સંસારની કઠીનાઈઓ જોઇને તેથી ગભરાઈ જનાર, સાધુ બનીને કેવી પ્રગતિ સાધી શકશે એ પ્રશ્ન વિચારવા જેવો છે. ખાસ કરીને, સન્યસ્ત માર્ગે જવા ઇચ્છનાર સંસારી મિત્રોએ તો, એ માર્ગે જતાં પહેલાં પૂરેપૂરું આત્મવૃત્તિઓનું વિશ્લેષણ કરી લેવું જોઇએ અને પોતાને થએલા વૈરાગ્યના કારણોનું પૂર્ણ પૃથક્કરણ કરવું જોઈએ. મહદંશે તો, આ જીવનને ઝંઝટ માનનારાઓની માન્યતામાં, સંસારના ઝંઝટ ભર્યા ઝંઝાવાતો નહિ પણ મુસીબતોનો સામનો કરવાની અશક્તિ, દુર્બળતા વિગેરે કારણભૂત છે. પોતાની ફરજો બજાવવાની અશક્તિ, નિત્યકર્મની ઉપાસનામાં નડતી વિડંબણાઓ અને એ બધા તરફનો માનસિક ક્રોધ આપણને બીજી દિશાના વિચારો તરફ દોરી જાય છે. આ જાતની વિચારસરણીમાં ભાગી છૂટવાની વૃત્તિ Escape tendency હોય છે આવું જ જો હોય, તો એ કોઈ સગુણ નથી; આત્માની એ દુર્બળતા છે. ત્યારે જો એકમાત્ર માનવ ભવમાં સુલભ સર્વથા નિષ્પાપ જીવન જીવવાની ઈચ્છાથી જ ત્યાગ માર્ગે વળતા હોય તો એ સાચી જ્ઞાનદશા છે. કેટલાક, લોકો, જીવનમાં પ્રાપ્ત કરવાની ભૌતિક સિદ્ધિઓ વિષે મોટા મોટા સ્વપ્નાઓ ઘડે છે, આ સ્વપ્નાઓ તેઓ સિદ્ધ કરી શકતા નથી. જે જોઈએ છે, તે મળતું નથી; જે મળે છે, તે ગમતું નથી. આવા લોકોને જીવન એક ઝંઝટ લાગે તેમાં નવાઈ શું? તે જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, પ્રથમ અગત્ય, પોતાની સ્થિતિ, સંયોગો અને શક્તિની મર્યાદા નક્કી કરવાની છે. એ બધું જોયા ને વિચાર્યા પછી, વિદ્યમાન સાધન સામગ્રી અને શક્તિની મર્યાદિત ઉપલબ્ધતાનો આધાર, આપણને ક્યાં સુધી પહોંચાડશે, તે નક્કી કરી લેવું જોઇએ. આપણાં સ્વપ્નાની રચના એ મર્યાદાની અંદર હોવી જોઇએ.

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280