________________
ર૧૪
અનેવંત અને સ્યાદ્વાદ - લ્યુસી પાસે ધનદોલત નથી. એનો પતિ એક સામાન્ય કામદાર છે. પરંતુ, એ વાતનું એને દુઃખ નથી. ઈમિટેશન જવેલરી પહેરીને એ આનંદ મેળવી શકે છે. ધનવાન ફ્રેની કરતાં પણ વધારે ઠસ્સો અને સવાબ તે રાખી શકે છે. આ બધાની પાછળ ક્યું તત્ત્વ કામ કરે છે?
વિચાર કરતાં જણાશે કે લ્યુસીના આવા મસ્ત વર્તનના મૂળમાં “સંતોષ છે. એની પાસે જે નથી એનો અફસોસ કે કામના કરી દુઃખી થવાને બદલે, એની પાસે જે છે, તેનો સારામાં સારો ઉપયોગ કરીને એ મસ્ત તથા સંતોષી રહી શકે છે. આ સંતોષ, સુખી જીવન જીવવા માટેનું એક મહત્વનું સાધન છે.
સ્થિતિ અને સંયોગો, તો કર્મ વિગેરે દ્વારા માણસને સાંપડે છે, ગમે તેવા સંયોગો હોય, આનંદમાં રહેવું કે ઉદાસ રહેવું, મસ્ત રહેવું કે રોદણાં રડ્યા કરવાં, આળસુ થઇને બેસી રહેવું કે ઉત્સાહથી કામ કરવું, એ બધું, પ્રાયઃ માણસના મનની સ્થિતિ ઉપર આધાર રાખે છે. મનની સ્થિતિને મસ્ત બનાવવામાં ‘સ્યાદ્વાદ' ની પુરતી સમજણ જેવો ઉપયોગી બીજો કોઈ ઈલાજ નથી
સંસારને અસાર માનવો અને તેની સાથોસાથ, આપણી ચારે તરફ જે સાર પડેલો છે, તેને ગ્રહણ કરતા રહીને મસ્ત જીવન જીવવું; એના જેવો ઉત્કૃષ્ટ માર્ગ, સંસારી આત્માઓ માટે, બીજો એક પણ નથી. “સ્યાદ્વાદ', આપણને આ સંસારમાં પડેલા અસાર અને સાર એ બંનેનું યથાર્થ દર્શન કરાવે છે.
સંસાર અસાર છે' એવું કહેનારા કેટલાક દુઃખથી ત્રાસેલા સંસારી મહાનુભાવોને જોયા છે. આ સંસારમાં કંઈ સુખ રહ્યું નથી, સન્યસ્ત અંગીકાર કર્યા સિવાય હવે અમારે માટે બીજો માર્ગ નથી” આવું બોલતાં પણ કેટલાક એકાંતવાદી સજ્જનોને સાંભળ્યા છે.
આવી વાતો સાંભળીને, પૂજય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે લખેલા કેટલાક શ્લોકો યાદ આવ્યા વિના રહેતા નથી.
શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવી ગયા છેઃ“વૈરાગ્ય ત્રણ પ્રકારના હોય છે. (૧) આર્તધ્યાનગર્ભિત (દુ:ખગર્ભિત) (૨) મોહગર્ભિત (૩) જ્ઞાનગર્ભિત.”
દુઃખ, ઉદ્વેગ અને રોષ જેના મૂળમાં હોય તેને આર્તધ્યાન' કહે છે. ઈષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગ વિગેરે નિમિત્ત અસહ્ય લાગવાથી એમાંથી છૂટવા માટે થનારો વૈરાગ્ય ‘આર્તધ્યાનગર્ભિત વૈરાગ્ય ગણાય છે. શક્તિ મુજબ પણ, હેય (ત્યજવા