________________
મામ આત્માનો વિકાસ ક્રમ
નામ ર૧૧ મિથ્યાત્વ દશાના પ્રથમ ગુણસ્થાનથી શરૂઆત કરીને આત્માનો જે વિકાસક્રમ ચાલે છે, તે એના વિકાસનો ક્રમ આ ચૌદમાં ગુણસ્થાનકમાં પૂર્ણતા પ્રાપ્ત કરીને ચરમ વિરામ પામે છે, સિદ્ધ અવસ્થાના અંતિમ લક્ષ્ય પહોંચાડી દે છે.
આ આખરી અને સર્વોચ્ચ ગુણસ્થાનકને આપણે “સિદ્ધ સદન” એ નામથી ઓળખીશું તો તે અજુગતું નહિ ગણાય. *
આ સિદ્ધત્વને પામવાના આત્માના પુરૂષાર્થનો જબરજસ્ત ઝડપી સમારંભ, એક દિવ્ય ડ્રામા સાતમા ગુણસ્થાનકથી શરૂ થાય છે. સમગ્ર કર્મચક્રમા સરસેનાપતી સમા મોહનીય કર્મ સામેનું એક વિરાટ યુદ્ધ ત્યાં જામી પડે છે અને એ અભૂતપૂર્વ સંગ્રામમાં એકલે હાથે ઝઝૂમતો સાધક, એક મહાન વીર નાયક (A Great Hero) તરીકેનો જે અદ્ભુત ભાગ ભજવે છે, તેની વિગતો આપણને આશ્ચર્યચકિત કરી નાંખે તેવી, આપણા પુરૂષાર્થને વેગ આપનારી અને એ દિવ્ય ડ્રામાના હીરોનું સ્થાન લેવાની પવિત્ર પ્રેરણા આપનારી હોય છે.
આવો અપૂર્વ અવસર આપણા માટે ક્યારે આવશે?