________________
- આત્માનો વિકાસ ક્રમ
કમી કર૦૯ પાડોશમાં આવી ઊભો રહી જાય છે. વીતરાગ અવસ્થાની આ અપેક્ષિત ‘મિત્ર અવસ્થા છે, એટલે એને આપણે “મિત્રસદન' નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે.
(૧૧) ઉપશાંતમોહ ગુણસ્થાનકઃ
આ એક વિશિષ્ટ પ્રકારનું ગુણસ્થાનક છે. સાતમાથી દસમા ગુણસ્થાનક સુધી સૂક્ષ્મ રાગદ્વેષાદિ સાધકમાં રહેલાં હોય છે. આઠમે અપૂર્વકરણ કરી નવમા અને દસમામાં સાધક “ઉપશમ યા ‘ક્ષય' ની પ્રવૃત્તિ કરે છે. તેમાં જો ઉપશમની ક્રિયા ચાલુ કરી હોય તો તે દશમાં ગુણસ્થાનકે પૂર્ણ થતાં આત્મા આ ગુણસ્થાનકે આવે છે. અહીં મોહ સર્વથા ઉપશાંત હોઇ એને “ઉપશાંત મોહ કહે છે.
આ ઉપશમ’ અને ‘ક્ષય” નો અર્થ આપણે બરાબર સમજી લઈએ. ‘ઉપશમ' એટલે બાહ્ય ઉપચારો દ્વારા રોગને શાંત કરવો તે અને “ક્ષય' એટલે રોગને મૂળમાંથી કાઢવો તે. ડૉક્ટર જ્યારે કોઈ પીડાને કામચલાઉ દૂર કરવા માટે (Temperory relief આપવા માટે) જે ઔષધ આપે છે તેનાથી તે પીડા તત્કાળ પૂરતી દૂર થાય છે એને રોગનો ઉપશમ કહેવાય પરંતુ, એ રોગ પાછો ફરીથી ઉથલો મારે તેવો સંભવ ટાળવો હોય તો તે કામચલાઉ ઉપચારથી શક્ય બનતું નથી.
અગ્નિને શાંત પાડવા માટે બે પ્રકારના ઉપાયો લઇએ છીએ. એક તો તેની ઉપર રાખ વાળી દઇએ છીએ. આ રાખ ઢાંકી દેવાથી અગ્નિને પ્રજવલિત થવા માટે વાયુ રૂપી સાધન અપ્રાપ્ય બનતાં ધીમે ધીમે તે અગ્નિ શાંત પડી જાય છે; ઠરી જાય છે, પરંતુ પવનનો એકાદો ઝપાટો આવતાં અથવા બીજા કોઈ કારણે જો રાખ ઉડી જાય તો તેનું જવલન પાછું શરૂ થઈ જાય છે. અગ્નિને આ રીતે શાંત કરવાના માર્ગને “ઉપશમ કહે છે. આ ઉપશમમાં જેમ અગ્નિને પુનર્જીવિત થવાની શક્યતા રહેલી છે, તેમ કર્મનો ઉપશમ જયારે કર્યો હોય ત્યારે તેના ફરીથી ભભૂકી ઉઠવાની શક્યતા ગુપ્ત રીતે ઘર કરીને બેઠેલી જ હોય છે.
એને બદલે, અગ્નિને પાણી વડે જો ઠારી નાખવામાં આવે તો પછી તેનું ફરીથી ઉદ્દીપન થતું નથી. આ રીતે જે પરિણામ લાવવામાં આવ્યું તે “ઉપશમ' દ્વારા નહિ, પણ “ક્ષય” દ્વારા લાવી શકાયું. એ જ રીતે, જે કર્મોનો ક્ષય કરવામાં આવે છે, તે ફરી પાછાં ઉદયમાં આવતાં નથી.
એટલે, સાધક જો તેવું અપૂર્વકરણ કરી, ઉપર ઉપર સંબંધિત કર્મોનો ક્ષય કરતો કરતો આગળ વધ્યો હોય તો તો ખાસ કંઈ ચિંતાનું કારણ રહેતું નથી. પરંતુ જો કર્મનો ઉપશમ કરતો કરતો આગળ વધ્યો હોય, તો ભારેલા અગ્નિ જેવા કર્મોની લીલા દ્વારા ત્યાંથી પાછા લપસી પડવાની નિર્ધારિત સ્થિતિ આ ગુણસ્થાનકમાં રહેલી છે.