________________
૨૦૮
અનેકાંત અને સ્વાસ્વાદ ગામ, સ્થિર નથી રહેવાતું. કાં તો ઉપરના ગુણસ્થાનકે ઝડપી પ્રયાણ થાય છે, અથવા બહુધા પ્રમાદવશતા આવી જતાં સાધક “આરામ સદન' માં પાછો નીચે ઉતરી જાય છે, અને વળી પાછો કર્તવ્યપરાયણતાના દોરડાને ગ્રહણ કરીને અપ્રમત્ત દશામાં ફરીથી આવી પહોંચે છે. પ્રમાદ અને અપ્રમાદ વચ્ચેની આ ખેંચતાણમાં ઝોલાં ખાતો એ સાધક અપ્રમત્તતાને જ્યારે પાકી બનાવે છે અને અપૂર્વ વિર્ષોલ્લાસ પ્રગટ કરે છે ત્યારે ત્યાંથી આગળ વધવાનો માર્ગ અને ખુલ્લો થાય છે.
આ ગુણસ્થાનકમાં અપ્રમત્તપણે સંયમ યોગમાં ખૂબ જ જાગૃત રહેવાની મહેનત સાધકને કરવી પડતી હોઈ આપણે એને “યોગ સદન' નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે. (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક
અપ્રમત્ત રહીને ઉત્કૃષ્ટ ચારિત્ર પાળતો પાળતો સાધક ચારિત્રમોહનીય, કર્મને ક્ષય યા ઉપશમ કરવાના અપૂર્વ અધ્યવસાયને પામે છે ત્યારે અગાઉ નહિ પ્રાપ્ત થએલી એવી અપૂર્વ ભૂમિકા તેને સાંપડી જાય છે. આત્મિક ઉત્થાનકાળનો આ વિશિષ્ટ ભાવોત્કર્ષ છે. અહીં એણે કર્મોના સ્થિતિ-રસનો અપૂર્વ ઘાત, અપૂર્વ સંક્રમણ, અપૂર્વ સ્થિતિબંધ અને કર્મના ઉપશમ યા ક્ષય માટે એની અપૂર્વ રચના (ગુણશ્રેણી) આ પાંચ અપૂર્વ કરવાના હોય છે, તેથી એને અપૂર્વકરણ ગુણસ્થાનક જૈનાગમો કહે છે.
આ ગુણસ્થાનકને આપણે “અપૂર્વ સદન' નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે.
(૯) અનિવૃત્તિકરણ ગુણસ્થાનક
ચારિત્ર મોહનનીય કર્મનો ક્ષય ઊપશમ કરતાં કરતાં જે અપૂર્વ અનુભવ સાધકને પ્રાપ્ત થાય છે, તે, તેને આ નવમાં ગુણસ્થાનકમાં લાવી મૂકે છે. સર્વ સમાન શ્રેણિના આત્માઓ સાથેનો સમાનતા ભાવ અહીં પૂર્ણ કળાએ ખીલે છે અને સાધકને અપૂર્વકરણના વિશિષ્ટ ફળનો નિર્મળ અનુભવ કરાવે છે.
આ ગુણસ્થાનકને આપણે “અનુભવ સદન” નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે. વિતરાગની ઝાંખી થવાની શરૂઆત આ ગુણસ્થાનકમાં થાય છે.
(૧૦) સૂમસંપરાય ગુણસ્થાનકઃ
મોહનીય કર્મનો ઉપશમ યા ક્ષય થતાં થતાં તે પછી ફક્ત એક લોભ (રાગ) નો સૂક્ષ્મ અંશ બાકી રહી જાય છે. આ સ્થિતિને “સૂક્ષ્મ સંપરાય” ગુણસ્થાનક કહેવામાં આવે છે. આ ગુણસ્થાનકમાં સાધક વીતરાગની ઘણી નજીક આવી જાય છે અને પ્રયત્નશીલ જાગ્રત દશાની પુષ્ટિ કરતો કરતો પરમાત્મપદ પામવાની લગભગ