________________
ર૧મો અનેવંત અને સ્યાદ્વાદશિકા
આ જાતનું સરકી પડવાનું આ અગિયારમાં ગુણસ્થાનકમાં નિશ્ચિત હોવાથી આપણે એને “સરકણ સદન' નામ આપી શકીએ તો તે લગભગ બરાબર ગણાશે. સામાન્ય રીતે સાધકો આ ગુણસ્થાનકમાં પ્રવેશ જ ન થાય એ માટે પહેલેથી કર્મક્ષય કરતાં આવવાનું અને આ ગુણસ્થાનકને કૂદાવી જવાનું વધારે પસંદ કરે છે.
(૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનક:
કષાય રૂપ ચારિત્રમોહનીય કર્મનો ક્ષય કરવાનો પરમ પુરૂષાર્થ જેમણે આરંભ્યો હોય તેવા સાધકોના મોહનું સંપૂર્ણ ક્ષીણ થવું-ઘસાઈ જવું તેનું નામ “ક્ષીણમોહ ગુણસ્થાનક' કહેવાય છે. આ ગુણસ્થાનકમાં ચિત્તયોગની પરાકાષ્ઠા રૂપ શુકલધ્યાનસમાધિને પ્રાપ્ત કરીને, અંતે સમગ્ર જ્ઞાનદર્શનાવરણ અને સમગ્ર અંતરાય ચક્રનું દલન કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. અગીઆરમું અને બારમું ગુણસ્થાનક લગભગ સમાન પ્રકારનાં હોવા છતાં તેમાં ફરક એ છે કે અગીઆરમામાં વીતરાગતાસમભાવનું સ્થાયિત્વ નથી જ્યારે આ ગુણસ્થાનકમાં આવ્યા પછી એ પૂર્ણ સ્થાયી છે.
' એટલે, આ ગુણસ્થાનકને “વીતરાગ સદન” નામથી આપણે ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે.
(૧૩) સયોગ કેવલી ગુણસ્થાનક
બારમા ગુણસ્થાનકને વટાવી તેમાં ગુણસ્થાનકના પ્રવેશે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ અહીં “સયોગ” અવસ્થા હોય છે, તેથી આને “સયોગકેવલી ગુણસ્થાનક' કહે છે.
અહીં ‘સયોગ' શબ્દ જે વાપર્યો છે તેનું કારણ એ હોય છે કે આ સયોગકેવલી ગુણસ્થાનકમાં કેવળજ્ઞાની આત્માને અઘાતી કર્મ ભોગવવાના બાકી રહે ત્યાં સુધી યોગ અર્થાત્ શરીર વિગેરેના વ્યાપારો બાકી રહે છે. આવવું જવું, બોલવું વિગેરે શરીરવ્યાપારો આ કેવલી ભગવંતને બાકી રહેતા હોવાથી આ ગુણસ્થાનકને ‘સયોગ કેવલી' એવું નામ આપવામાં આવ્યું છે.
અહીં કેવળજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશમાં સમસ્ત લોકાલોકના ત્રણે કાળના સર્વ પદાર્થ પ્રત્યક્ષ રહે છે. તેથી આ તેરમા ગુણસ્થાનકને આપણે “જ્ઞાન સદન' એ નામથી ઓળખાવીશું તો તે યોગ્ય જ ગણાશે.
(૧૪) અયોગી કેવલી ગુણસ્થાનક
સયોગ કેવલી વીતરાગ પરમાત્મા સંસારકાળ પૂર્ણ થતાં તેરમાને અંતે જયારે પોતાના શરીર વિગેરેના સર્વ વ્યાપારોને સંકેલી લે છે ત્યારે તે અયોગી કેવળી બને છે. અહીં તરત જ સર્વ કર્મ નષ્ટ થતાં તેમનું શરીર છૂટી જતાં એ પરમ આત્મા એની આખરી મંજિલ પૂર્ણ કરી મુક્ત બનીને ઉપર લોકના અંતે પહોંચી જાય છે.