________________
એક આત્માનો વિકાસ કમ
ર૦ ધર્મની આરાધના કરવાનો છે.
(૬) પ્રમત્ત ગુણસ્થાન:
દેશવિરતિ ધર્મની આરાધના કરતો કરતો આત્મા જયારે “સર્વવિરતિ’ મહાવ્રતાત્મક સાધુત્વને સ્થાને આવે છે ત્યારે તે આ છઠ્ઠા ગુણસ્થાનક પર આવી ગયો હોય છે. ત્યાં એને જીવન ભર માટે સૂક્ષ્મ પણ હિંસા-અસત્ય વગેરેના ત્રિવિધ ત્રિવિધ ત્યાગની ભીખ પ્રતિજ્ઞા હોય છે. પરંતુ, આ ગુણસ્થાનક પર પહોંચ્યા પછી આત્માને અલ્પ પ્રમાદદશા નડી જાય છે, તે ક્યારેક આળસુ તથા વિકથાવશ, વિસ્મૃતિવશ વગેરે બની જાય છે. ત્યાં સમભાવની સચોટ આત્મજાગૃતિમાં કંઈક ભંગ પડે છે. સર્વવિરતિ ધર્મના આરાધકની ઉત્કૃષ્ટ અવસ્થા પામવા છતાં, ખોટી આતુરતા યા બિનસાવધાનીના પ્રતાપે તે સાધકમાં સહેજે પ્રમાદવશતા પ્રગટે છે. મંદ પ્રકારના કષાયને અહીં ‘પ્રમાદ' ગણવામાં આવતો નથી. પરંતુ જયારે સહેજ પણ આત્મલક્ષચૂકાય છે ત્યારે તેને “પ્રમાદ' ગણવામાં આવે છે. - સાધુજીવનમાં પણ આ પ્રમાદ વશ બનવું એ અનાદિ સુસંસ્કારવશ સહજ છે એટલે આ કક્ષાનું પ્રમત્ત ગુણસ્થાનક' કહે છે. આમ છતાં સાધુ પોતાના આચારો પ્રત્યે સ્વજાગૃતિ અને ગુરૂ નિયંત્રણથી ચેતના અનુભવતો હોવાથી આ પ્રમત્ત અવસ્થામાંથી મુક્ત બનવાની પાત્રતા ધરાવતો હોય છે અને એ સ્થિતિમાંથી આગળ વધે પણ છે, અપ્રમત્ત બને છે. પરંતુ તે બહુ નાજુક અવસ્થા હોવાથી ત્યાંથી પાછો અહીં પ્રમત્ત અવસ્થામાં આવી પડે છે. અપ્રમત્તથી પણ આગળ વધવાની શક્યતા હોય છે, પરંતુ તે તો દરેક વિરલ જ સાધી શકે છે. છતાં પ્રમત્ત ગુણસ્થાનકે આત્મા 'દર્શન-જ્ઞાન-ચારિત્રમાં ઝીલતો રહેવાથી લગભગ આત્મારામ બન્યો હોય છે. તેથી આ ગુણ-સ્થાનકને આપણે “આરામ સદન' નામથી ઓળખીએ તો તે લગભગ બરાબર ગણાશે. આરામ સદનમાંથી ઉપરના સદનમાં જવાનું સાધન વિશેષ જાગૃતિમાન બની પ્રમાદને નિશ્ચયપૂર્વક ત્યાગ કરવો, તે છે. .
વિશ્વની વર્તમાન સાધુ સંસ્થાઓમાં જૈન સાધુ સંસ્થાને સર્વોત્તમ સાધક મંડળ નિઃશંક માનવામાં આવે છે. જે કઠીન આચાર અને કઠોર તપશ્ચર્યાઓ જૈન સાધુઓના નિત્ય જીવન સમા હોય છે, તેની સરખામણી કરી શકાય એવી બીજી કોઈ પણ વ્યવસ્થિત સાધુ સંસ્થા વિશ્વભરમાં નથી.
(૭) અપ્રમત્ત ગુણસ્થાનકઃ
પ્રમાદદશાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરીને અપ્રમાદ કર્તવ્યપરાયણતામાં પ્રવર્તમાન બનતો આત્મા આ સાતમાં “અપ્રમત્ત ગુણસ્થાનક' ની ઉપકારક કક્ષાને પ્રાપ્ત કરે છે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ ગુણસ્થાનકમાં આવ્યા પછી અહીં